વિડીયો વાયરલ : મોરબી : ચરાડવા સ્ટેટ બેંકના કર્મચારી અને ગ્રાહક વચ્ચે તું તું મેં મેં.

0
86
વિડીયો વાયરલ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ ભારતીય સ્ટેટ બેન્કના  રાજુભાઈનામના કર્મચારીએ અને  ચરાડવા બેન્ક ના ગ્રાહક વચ્ચે બોલાચાલી થતાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી આમ  બેંક કર્મચારી રાજુભાઈ ગ્રાહકને  શટૅનો કોલર પકડી  ઝપાઝપી કરતા  હોવાનું વીડિયોમાં બહાર આવ્યું હતું  આમ સ્ટેટ બેંકના કર્મચારીએ  ગ્રાહકો સાથે ગેર વર્તન કરતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો ચરાડવા ગામ ની ભારતીય સ્ટેટ બેંક ના કર્મચારી ગ્રાહક સાથે ગેરવર્તન કરતા  ચરાડવા પંથકના ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો આમ હળવદ તાલુકામાં ભારતીય સ્ટેટ બેન્કના કર્મચારી ગ્રાહકને માર મારતો વિડીયો વાયરલ થતાં હળવદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here