અમદાવાદ : સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો આરોપ

0
15

અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. માધુપુરા વિસ્તારમાં રહેતી એક 24 વર્ષીય યુવતીએ કોન્સ્ટેબલ વિરુદ્ધ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ઘટનાની મળતી વિગત મુજબ, સરદારનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો મહેશ વાઘેલાને માધુપુરા વિસ્તારમાં રહેતી અને હાલ એરપોર્ટ ખાતે રહેતી એક યુવતિ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો મહેશે આ યુવતિ સાથે પરણવાનો વચન આપી, તેને પોતાની જાળમાં ફસાવીને અવારનવાર તેને વિવિધ સ્થળોએ લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા

જાકે યુવતિએ લગ્નની વાત કરતા મહેશ આ વાતને ઉડાવી દેતો હતો દરમિયાનમાં યુવતિએ લગ્ન માટે દબાણ કરતા મહેશે પોતે તેની સાથે લગ્ન નહી કરે તેમ કહેતા યુવતિ ભાંગી પડી હતી અને બાદમાં તે હિંમત એકઠી કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશને પહોંચી હતી જયાં પોતાની આપવીતી જણાવી હતી અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

હાલ આ મામલે પોલીસે યુવતીની ફરિયાદ બાદ આરોપી કોન્સ્ટેબલ વિરૂદ્ધ તજવીજ હાથ ધરી છે.