મહિલા શક્તિ : નક્સલીઓ પછી હવે આતંકીઓ સાથે બાથ ભીડશે ચારુ સિન્હા, પહેલીવાર શ્રીનગર CRPFની કમાન મહિલા ઓફિસર પાસે

0
0

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સેક્ટરમાં CRPFની કમાન પહેલીવાર મહિલા પોલીસ ઓફિસરને સોંપવામાં આવી છે. ચારુ સિન્હાને અહીં ઈન્સપેક્ટર જનરલની પોસ્ટ માટે તહેનાત કરવામાં આવ્યા છે. હમણાં તેઓ આ પદ પર જમ્મુ CRPFમાં તહેનાત હતા.

ચારુ 1996 બેચના તેલંગાણા કેડરના IPS અધિકારી છે. આ પહેલી વખત નથી જ્યારે તેમને આવું મુશ્કેલ કામ સોંપવામાં આવ્યું છે. આ પહેલા પણ તેઓ બિહાર સેક્ટરમાં CRPF IG રહી ચૂક્યા છે. તેમણે આ જવાબદારી એપ્રિલ 1918માં સંભાળી હતી. અહીં તેમને નક્સલ સમસ્યાનો સામનો કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

જમ્મુમાં સફળ રહ્યો કાર્યકાળ
બિહારમાં તેમની આગેવાનીમાં નક્સલીઓ સામે ઘણાં ઓપરેશન્સ ચલાવવામાં આવ્યા હતા. ત્યારપછી આઈજી તરીકે તેમની ટ્રાન્સફર જમ્મુ CRPFમાં કરવામાં આવી હતી. અહીં તેમણે લાંબો અને સફળ કાર્યકાળ પૂરો કર્યો. હવે તેમની ટ્રાન્સફર શ્રીનગર કરવામાં આવી છે. શ્રીનગર સેક્ટરમાં ક્યારેય મહિલા ઓફિસરને કમાન સોંપવામાં આવી નથી. આ સેક્ટરમાં CRPF આતંકીઓ સામે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને કામ કરતી હોય છે. સિન્હા આ વિસ્તારના દરેક ઓપરેશન્સની આગેવાની કરશે.

શ્રીનગર સેક્ટરમાં 2005થી કામ શરૂ કરવામાં આવ્યું

શ્રીનગર સેક્ટર શ્રીનગરના બ્રિન નિશાતમાં સ્થિત છે. તેમાં 2005માં કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત જમ્મુ-કાશ્મીરના ત્રણ મોટા જિલ્લા બડગામ, ગાંદરબલ અને શ્રીનગર છે. તેમાં 2 રેન્જ, 22 એક્ઝીક્યુટિવ યુનિટ અને ત્રણ મહિલા કંપનીઓ છે. આ સિવાય શ્રીનગર સેક્ટરનો, ગ્રૂપ સેન્ટર શ્રીનગર પર પ્રશાસનિક કંટ્રોલ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here