- ચાતુર્માસના 4 મહિના સુધી લગ્નો બંધ રહેશે
- નવા વર્ષમાં પ્રથમ મુહૂર્ત પ્રબોધિની એકાદશી 8 નવેમ્બરે, ડિસેમ્બરમાં 4 દિવસનાં જ મુહૂર્ત
- (ધર્મ ડેસ્ક. રવિ કાયસ્થ )વિક્રમ સંવત 2075ના લગ્નની સીઝન કાલે 11 જુલાઈના રોજ અંતિમ મુહૂર્ત સાથે સમાપન થશે. 12 જુલાઈના રોજ દેવશયની એકાદશી સાથે લગ્નની મોસમનું પણ સમાપન થશે. ત્યારબાદ વિક્રમ સંવત 2076નાં નવા વર્ષમાં લગ્નની સીઝનનો પ્રારંભ 8 નવેમ્બરથી થશે. નવા વર્ષમાં નવેમ્બર-ડિસેમ્બરમાં 11 જેટલાં દિવસોનું મહુર્ત હોવાથી લગ્નના ઢોલ જોરથી ઢબૂકશે.વિક્રમ સંવત 2075ના લગ્નનું અંતિમ મુહૂર્ત 11 જુલાઈ ગુરૂવારે છે. ત્યારબાદ 12 જુલાઈએ દેવશયની એકાદશી સાથે દેવ પોઢી જતાં ચાર મહિના લગ્નની સીઝન બંધ રહેશે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે સંવત 2075માં એકમાત્ર ગ્રહણને કારણે લગ્નના દિવસો વધુ રહ્યાં. તેની સાથે અધિક મહિનાને કારણે નવેમ્બરમાં લગ્ન ન હોવાથી આ વર્ષમાં લગ્નની સીઝન છેક ડિસેમ્બરથી શરૂ થઈ હતી. હવે તે પણ 12 જુલાઈ દેવશયની એકાદશી સાથે સમાપ્ત થશે. તેની સાથે ગુરૂ અને શુક્રનો પણ આ ચાર મહિના દરમિયાન અસ્ત હોવાથી લગ્ન જેવા માંગલિક કાર્યો વર્જ્ય છે. આ વર્ષમાં લગ્નના સૌથી વધારે મુહૂર્ત મે અને જૂન મહિનામાં રહ્યાં હતા.
અષાઢ સુદ અગિયારસને શાસ્ત્રોમાં દેવશયની એકાદશી કહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પોઢી જતાં હોવાથી લગ્ન જેવા શુભ કર્મો વર્જ્ય છે. બીજી એક કથા પ્રમાણે પ્રબધિની એકાદશી સુધી ભગવાન વિષ્ણુ બલિરાજાને ત્યાં વાસ કરે છે. આ વર્ષે 12 જુલાઈના રોજ દેવશયની એકાદશી છે. અષાઢ સુદ દસમના અંતિમ મુહૂર્ત બાદ નવા વર્ષમાં 8 નવેમ્બરે દેવઉઠી એકાદશી સાથે જ લગ્નના ઢોલ ઢબૂકવા લાગશે.
વિક્રમ સંવત 2076ના નવેમ્બર મહિનામાં 7 દિવસ અને ડિસેમ્બર મહિનામાં 4 દિવસ મળી 11 દિવસ લગ્નના મુહૂર્ત છે. 16 ડિસેમ્બરે ધનારક બાદ 14 જાન્યુઆરી પછી ફરી લગ્નોની મોસમ શરૂ થશે. આ સાથે 13મીએ ગરુડ દ્વાદશી હોવાથી આ દિવસે ભગવાનના પદ્મનાભ સ્વરૂપની પૂજા કરાય છે.
Array
ચાતુર્માસ પ્રારંભ : 11 જુલાઈએ લગ્નોનું અંતિમ મુહૂર્ત, 12 જુલાઇએ દેવશયની એકાદશી
- Advertisement -
- Advertisment -