ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:પાકિસ્તાનના કળશ સમુદાયનું ચૌમાસ, નવા વર્ષનો આ પ્રાચીન તહેવાર બે સપ્તાહ સુધી ચાલે છે

0
6

બે સપ્તાહ સુધી ચાલતા આ ઉત્સવમાં નૃત્ય, પશુ બલિ, બરફ અને આગના ખેલ, પરંપરાગત અનુષ્ઠાન, સાર્વજનિક ઈશ્કબાજી સહિત યુવતીઓ લગ્ન માટે યુવકોની પણ પસંદગી કરે છે
  • નવા વર્ષે અહીં યુવતીઓ જીવનસાથી પસંદ કરે છે

ઉત્તર પાકિસ્તાનમાં હિંદુ કુશ પહાડોમાં આશરે 4000 વસતી ધરાવતો એક નાનકડો કળશ સમુદાય રહે છે. નવા વર્ષે તેઓ પોતાના સૌથી મોટા તહેવાર ચૌમાસ મનાવવા માટે એક સ્થળે ભેગા થાય છે. બે સપ્તાહ સુધી ચાલતા આ ઉત્સવમાં નૃત્ય, પશુ બલિ, બરફ અને આગના ખેલ, પરંપરાગત અનુષ્ઠાન, સાર્વજનિક ઈશ્કબાજી સહિત યુવતીઓ લગ્ન માટે યુવકોની પણ પસંદગી કરે છે.

ચૌમાસ માટે પહેલા મહિલાઓ શુદ્ધિકરણ કાર્યક્રમમાં સામેલ થાય છે
ચૌમાસ માટે પહેલા મહિલાઓ શુદ્ધિકરણ કાર્યક્રમમાં સામેલ થાય છે

શુદ્ધિકરણ કાર્યક્રમ
કળશ સમાજના લોકો સ્વચ્છતા અને પવિત્રતાને અતૂટ સંબંધ માને છે. ચૌમાસ માટે પહેલા મહિલાઓ શુદ્ધિકરણ કાર્યક્રમમાં સામેલ થાય છે. તે ઘરથી દૂર મંદિરમાં રહે છે અને પુરુષોએ બનાવેલું ભોજન ખાય છે. સ્નાન કર્યા પછી મહિલાઓને માથા પર જ્યુનિપર (બારેમાસ લીલું રહેતું ચેરી જેવા ફળના વૃક્ષ)ની બળતી ડાળખીઓ બતાવીને તેને શુદ્ધ કરવામાં આવે છે.

વિશેષ નૃત્ય અને જીવનસાથીની પસંદગી
આ તહેવારની શરૂઆત સામૂહિક નૃત્યથી થાય છે. મહિલાઓ એક મોટો ઘેરો બનાવીને નૃત્ય કરે છે. પછી યુવાનો તે ઘેરામાં આવે છે અને એકસાથે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. આ દરમિયાન પહેલા યુવતીઓ આગળ આવે છે અને પોતાના માટે યુવક પસંદ કરી લે છે. બાદમાં તે યુવકના ઘરે જઈને એક અઠવાડિયું કે મહિનો રહે છે. એ સમય સાથે ગાળ્યા પછી તેઓ લગ્ન કરી લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here