નિફ્ટ એન્ટ્રન્સ એક્ઝામનું રિઝલ્ટ જાહેર, ઓફિશિયલ વેબસાઈટ પર ચેક કરો

0
9

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)એ નિફ્ટ એન્ટ્રન્સ એક્ઝામનું રિઝલ્ટ જાહેર કર્યું છે. આ પરીક્ષા 14 ફેબ્રુઆરીએ લેવાઈ હતી. પરીક્ષામાં સામેલ કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ nift.ac.in પરથી પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે.

પાસ થયેલા કેન્ડિડેટ્સ ઇન્ટરવ્યૂમાં સામેલ થશે

ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે તમારો રોલ નંબર, જન્મતારીખ અને એપ્લિકેશન નંબર નોંધવાનો રહેશે. લેખિત પરીક્ષામાં સામેલ કેન્ડિડેટ્સ ઇન્ટરવ્યૂ આપી શકશે. એ પછી કાઉન્સલિંગ થશે. ત્યાં શોર્ટલિસ્ટ કેન્ડિડેટ્સને ખાલી સીટને આધારે એડમિશન આપવામાં આવશે.

આ રીતે રિઝલ્ટ ચેક કરો

સૌપ્રથમ નિફ્ટની ઓફિશિયલ વેબસાઈટ nift.ac.in પર જાઓ.

હોમ પેજ પર એન્ટ્રન્સ એક્ઝામની લિંક પર ક્લિક કરો.

ક્લિક કરતાની સાથે જ નવું પેજ ખુલતા તેમાં પૂછેલી જાણકારી ભરો.

હવે તમારું રિઝલ્ટ ડિસ્પ્લે પર દેખાશે.

રિઝલ્ટ ડાઉનલોડ કરીને પ્રિન્ટ લઈ લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here