Thursday, August 5, 2021
No menu items!
Homeસુરતમાં મનપાએ MOU કરેલી કોવિડ હોસ્પિટલમાં સરકારની સ્પેશિયલ ટીમનું ચેકીંગ
Array

સુરતમાં મનપાએ MOU કરેલી કોવિડ હોસ્પિટલમાં સરકારની સ્પેશિયલ ટીમનું ચેકીંગ

અમદાવાદ, રાજકોટ અને વડોદરાની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ ચેકીંગ તેજ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશથી સુરત મનપાએ એમઓયુ કરેલી કોવિડ હોસ્પિટલમાં સરકારની સ્પેશિયલ ટીમ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશથી સરકાર દ્વારા નિર્મિત ટીમના સુરતમાં ધામા
ગુજરાતની કોવિડ હોસ્પિટોલમાં આગની ઘટનાઓના પગલે કોવિડ હોસ્પિટલોમાં તપાસ અર્થે એક ટીમ બનાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી સરકાર દ્વારા નિર્મિત ટીમે આજે સુરતમાં ધામા નાખ્યા છે. સુરતની બીએપીએસ હોસ્પિટલ, સનસાઈન, મૈત્રી, મિશન, ગ્રીન લાઈફ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. રાજ્યના સિનિયર આરોગ્ય અધિકારી, ફાયરના એડિશનલ ચીફ, એસીબી ડાયરેકટર, ઇલેક્ટ્રિક વિભાગના ચીફ અધિકારી સહિત અધિકારી ટીમમાં સામેલ છે.

હોસ્પિટલમાં ધારાધોરણો મુજબ વ્યવસ્થા છે કે નહીં તેની ચકાસણી
સુરતની મનપા દ્વારા એમઓયુ કરાયેલી અલગ અલગ હોસ્પિટલમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં ધારાધોરણો મુજબ વ્યવસ્થા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સુરતમાં કોવિડ કરાર કરાયેલી હોસ્પિટલમાં અત્યાર સુધી કોઈ તૃટી મળી નહીં હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments