Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની પીસીબીની ટીમે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કોસ્મેટિક સોડા લાય કેમિકલની ચોરી કરતાં બે શખ્સની ધરપકડ કરી ત્રણ ટેન્કર, સોડા લાય કેમિકલનો જથ્થો સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે કેમિકલની ચોરી કરાવનાર મુખ્ય આરોપી ફરાર છે. પીસીબીએ આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે.

આ ટેન્કરમાં ચોરીનું કેમિકલ ભરવામાં આવતું હતું
આ ટેન્કરમાં ચોરીનું કેમિકલ ભરવામાં આવતું હતું

 

બે ટેન્કરમાં કેમિકલ તો એક ટેન્કર પાણીથી ભરેલું હતું

શહેરમાં અનેક જગ્યાએ કેમિકલ ચોરી થતી હોય છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવેલી ફેક્ટરી અને શેડમાં આવા કેમિકલોની ચોરી થતી હોય પીસીબી પીઆઇ એચ.કે સોલંકીએ સૂચના મુજબ તપાસ કરતા બાતમી મળી હતી કે ઓઢવ વિસ્તારમાં પામ હોટલ પાસે આવેલા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બહારથી આવેલા ટેન્કરને લાવી કેમિકલ ચોરી કરવામાં આવે છે. જેના આધારે પીસીબીની ટીમે એસ્ટેટમાં દરોડો પાડયો હતો. જેમાં જગજીત ટેન્કર સર્વિસના ત્રણ ટેન્કર સાથે બે શખ્સ પોલીસને હાજર મળી આવ્યા હતાં. પૂછપરછ કરતાં તેનું નામ કનૈયા યાદવ અને દિનેશ દેવડા (બંને રહે. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ) હોવાનું જણાવ્યું હતું. ટેન્કરમાંથી બેમાં અડધું સોડા લાય કેમિકલ ભરેલું હતું જ્યારે અન્ય એક ટેન્કરમાં પાણી ભરેલું હતું.

ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરીને પાણી ભરીને મોકલતા

બન્ને શખ્સની વધુ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેમના શેઠ સુરજીતસિંગ મહાર (રહે. માધવ બંગલોઝ, વસ્ત્રાલ)ના કહેવાથી એક ટેન્કર ભાવનગર નિરમા લિમિટેડમાંથી સોડા લાય કેમિકલનો જથ્થો ભરી અમદાવાદમાં તુલસી ડાય કેમ પ્રા.લિ.માં મોકલવાનો હતો તેની જગ્યાએ અહીંયા એસ્ટેટમાં લાવી એક ટેન્કરમાં આ કેમિકલ ભરી લેતા હતા અને બીજા ટેન્કરમાંથી પાણી ભરી મોકલતાં હતા. આ કેમિકલ તેમના શેઠ સુરજીતસિંગ બારોબાર વેચી દેતાં હતા. એક ટન જેટલું કેમિકલ આમાંથી ચોરી કર્યું હોવાનું તેઓએ કબુલ્યું હતું. પીસીબીએ ફરિયાદ નોંધવતા હાલ મુખ્ય આરોપીની તપાસ પોલીસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments