ચેન્નઈમાં 200નાં મોત પર સસ્પેન્સ ! કોરોના અથવા કોઇ અન્ય કારણ ? તપાસના આદેશ

0
11

દેશમાં કોરોના ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને થોભવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ 80 હજારની નજીક પહોંચી ગઈ છે. કેટલાક રાજ્યોમાં મોતનો આંકડો છુપાવવાનો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે કોનાથી ત્રસ્ત તમિલનાડુમાં એક આંચકાજનક સમાચાર સામે આવે છે.

તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં આશરે શંકાસ્પદ 200 મૃતદેહો મળી આવતા અનેક અટકળો શરૂ થઇ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમામના મોત કોરોનાના કારણે થયા છે. પરંતુ તેમના નામ રાજ્ય સરકારની યાદીમાં નથી. મામલો સામે આવ્યા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે.

  • ચેન્નઇમાં આશરે શંકાસ્પદ 200 મૃતદેહોને લઇ સંદેહ
  • સરકાર દ્વારા આંકડો છુપાવવામાં આવતો હોવાનો આરોપ
  • સરકારે તપાસ માટે કમિટીની કરી રચના

મીડિયા રિપોર્ટ મુજબ, એક અધિકારીએ કહ્યું, આ મામલે તપાસ માટે 9 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે, અમારે મોતનો ડેટા છુપાવવો નથી. અમે આવું ન કરી શકીએ. અમે સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલોથી રિપોર્ટ લઈને દરરોજ કોરોનાથી થઈ રહેલા મોતના સાચા આંકડા આપી રહ્યા છીએ. હવે જ્યારે અમને ફરિયાદ મળી છે કે 200 મૃતદેહને લઈને યોગ્ય જાણકારી નથી આપવામાં આવી તો અમે કમિટી બનાવીને તપાસના આદેશ આપી ચૂક્યા છીએ.

અખબારે અધિકારીઓના હવાલાથી દાવો કર્યો છે કે સ્ટાફની અછતના કારણે ડેટા યોગ્ય રીતે અપડેટ નથી થયો. મૂળે, મોટાભાગનો સ્ટાફ 1000 કન્ટેનમેન્ટ ઝોનમાં કામ કરી રહ્યો હતો. પબ્લિક હેલ્થ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિનના નિદેશક, ડૉ. પી. વડિવલાને એક આદેશ જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી ચેન્નઈ નિગમની સીમા અંતર્ગત થયેલા તમામ કોરોનાનાં મોતને દરરોજ રિપોર્ટ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here