Saturday, April 20, 2024
Homeચેન્નાઈ : 26 વર્ષીય યુવકને 2 વર્ષથી ડાબા કાનમાં અવાજ સંભળાતા હતા,...
Array

ચેન્નાઈ : 26 વર્ષીય યુવકને 2 વર્ષથી ડાબા કાનમાં અવાજ સંભળાતા હતા, ડૉક્ટરે સફળ સર્જરી કરી

- Advertisement -

ચેન્નાઈમાં 26 વર્ષીય યુવક છેલ્લા 2 વર્ષથી અજીબોગરીબ બીમારીથી પીડાતો હતો. આ યુવકને તેના ડાબા કાનમાં સતત અવાજ સંભળાતા હતા. ટિનિટસ બીમારીના રેર ફોર્મમાંથી યુવક હાલ સ્વસ્થ થઇ ગયો છે. ચેન્નાઈ સ્થિત હોસ્પિટલમાં યુવકની માઈક્રોવેસ્ક્યુલર ડિકોમ્પ્રેશન (MVD)સર્જરી કરવામાં આવી.

છેલ્લા 2 વર્ષથી દર્દીને તેના કાનમાં અવાજો સંભળાતા હતા. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુરુવારે જણાવ્યું કે, દેશમાં પ્રથમવાર આ કન્ડીશનની સારવાર MVD સર્જરીથી કરવામાં આવી છે. હાલ દર્દીની હાલત ઘણી સારી છે.

ભારતમાં હજુ સુધી પણ કેસ આવ્યો નહોતો

ભારતમાં હજુ સુધી પણ કેસ આવ્યો નહોતો

MVM હેલ્થકેરના ડિરેક્ટર અને ગ્રુપ હેડ ડૉ. કે. શ્રીધરે જણાવ્યું કે, ટિનિટસની સારવાર કરવાનો ઓપ્શન MVD છે. ટિનિટસ હેલ્થ કન્ડિશનમાં દર્દીને કાનમાં સતત રિંગના અવાજો સંભળાય છે. બહારથી કોઈ અવાજ ના આવતો છતાં પણ તેને કાનમાં અવાજ સંભળાયા કરે છે અને આ અવાજ સતત આવ્યા કરે છે.

દર્દીના દરેક રિપોર્ટ જોઇને ડૉક્ટરે MVD સર્જરી કરવાનું નક્કી કર્યું. પ્રથમવાર ટિનિટસની સારવાર માટે કરવામાં આવેલી આ સર્જરી સફળ રહી.

હોસ્પિટલે જણાવ્યું, આખી દુનિયામાં મેડિકલ વર્લ્ડમાં આવા કેસ 50થી પણ ઓછા છે. ભારતમાં હજુ સુધી પણ કેસ આવ્યો નહોતો. સર્જરી બાદ દર્દીએ કહ્યું, બે વર્ષ ઘણો વધારે સમય છે. કાનમાં સતત અવાજ આવ્યા કરતા હતા. તેને લીધે મેં કામ અને જીવનમાં ઘણું ગુમાવ્યું છે.

ટિનિટસની સર્જરી કરવામાં ના આવે તો થોડા સમય પછી દર્દી બહેરો થઇ જાય છે. તે પોતાની શ્રવણશક્તિ ગુમાવી દે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular