Sunday, January 23, 2022
Homeઆઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઇટરાઇડર્સને ૧૮ રને હરાવ્યું
Array

આઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઇટરાઇડર્સને ૧૮ રને હરાવ્યું

આઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઇટરાઇડર્સને ૧૮ રને હરાવ્યું હતું. ચેન્નાઈ સુપરકિંગ્સના ૩ વિકેટે ૨૨૦ રનના જવાબમાં કોલકાતા નાઇટરાઇડર્સ ૧૯.૧ ઓવરમાં ૨૨૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ચેન્નાઈના જંગી જુમલા સામે કોલકાતાએ ૩૧ રનમાં ૫ વિકેટ ગુમાવતા તેનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો. પણ કમિન્સ, રસેલ અને દિનેશ કાર્તિકની તોફાની બેટિંગના સથવારે કોલકાતાએ ચેન્નાઈના એક સમયે નિશ્ચિત લાગતા વિજયને હાથમાંથી ઝૂંટવા જેવી સ્થિતિ સર્જી હતી. કમિન્સે સેમ કરનની એક ઓવરમાં ૩૦ રન લીધા હતા. કોલકાતાએ મેચમાં કુલ ૧૪ છગ્ગા ફટકાર્યા તેમાથી બાર છગ્ગા તો કમિન્સ અને રસેલે છ-છ છગ્ગાના સ્વરુપમાં ફટકાર્યા હતા. ચેન્નાઈ તરફથી દીપક ચાહરે વધુ એક વખત ચાર વિકેટ ઝડપી હતી અને તેને એન્ગિડીએ ૩ વિકેટ ઝડપી ટેકો આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular