MI vs CSK : ચેન્નાઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

0
0

IPLની 13મી સીઝનની પહેલી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વ ભારતીય કપ્તાન ધોની 437 દિવસ પછી મેદાન પર પરત ફર્યો છે. તે છેલ્લે 9 જુલાઈ 2019ના રોજ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમ્યો હતો. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ચોથી વાર છે, જયારે બંને ટીમો ઓપનિંગ મેચમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી ત્રણ ઓપનિંગ મેચમાંથી 2 મુંબઈ ઇન્ડિયન્સ અને 1 CSK જીતી છે.

ચેન્નાઈની પ્લેઈંગ ઇલેવન: એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), મુરલી વિજય, ફાફ ડુ પ્લેસીસ, અંબાતી રાયુડુ, શેન વોટ્સન, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, પિયુષ ચાવલા, દિપક ચહર અને લુંગી ગિડી

મુંબઈની પ્લેઈંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

UAEમાં મુંબઈનો ખરાબ રેકોર્ડ
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ ગઈ સીઝનની ફાઇનલમાં CSKને 1 રને હરાવ્યું હતું. આ વખતે રોહિતની કપ્તાનીમાં ટીમ જીત સાથે સીઝનની શરૂઆત કરવા માગશે. જોકે, UAEમાં મુંબઈનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. લોકસભા ઈલેક્શનને કારણે 2014માં IPLની શરૂઆતની 20 મેચો UAEમાં થઇ હતી. ત્યારે મુંબઈ અહીં 5 મેચ રમ્યું હતું અને તમામ મેચ હાર્યું હતું.

ચેન્નાઈ UAEમાં 6માંથી 5 મેચ જીત્યું છે
CSK 6 વર્ષ પહેલા UAEમાં 5 મેચ રમ્યું હતું, ટીમને 4માં જીત મળી, જયારે 1માં હારનો સામનો કરવો પડ્યો હતો .અબુ ધાબીમાં ચેન્નાઇ 2 મેચ રમ્યું હતું, જેમાંથી 1 જીત્યું અને 1 હાર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ આ ગ્રાઉન્ડ પર એક જ મેચ રમ્યું છે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 41 રને હરાવ્યું હતું.

12માંથી 7 વખત મુંબઈ અને ચેન્નાઈ ચેમ્પિયન બન્યું
અત્યાર સુધીની 12 સીઝનમાંથી મુંબઈ અને ચેન્નાઈ 7 વાર ચેમ્પિયન બન્યું છે. તેમાં સૌથી વધુ મુંબઈ 4 અને CSK 3 વાર ચેમ્પિયન બન્યું છે. બધા ટાઇટલ ચેન્નાઈએ મહેન્દ્રસિંહ ધોની અને મુંબઈએ રોહિત શર્માની કપ્તાનીમાં જ જીત્યા છે.

હેડ-ટૂ-હેડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 30 મેચ રમાઈ છે. તેમાં મુંબઈએ 18 અને ચેન્નાઈએ 12 મેચ જીતી છે. આમાં ચેમ્પિયન્સ લીગમાં રમાયેલી બે મેચોનો પણ સમાવેશ થાય છે.

પિચ અને વેધર રિપોર્ટ: અબુ ધાબીમાં મેચ દરમિયાન તાપમાન 29થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. પિચથી બેટ્સમેનોને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાથી સ્પિનર્સને ઘણી મદદ મળશે. શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી છેલ્લી 44 T-20માં પ્રથમ ફિલ્ડિંગ કરનાર ટીમનો જીતનો સક્સેસ રેટ 56.8% રહ્યો છે.

આ મેદાન પર કુલ T-20: 44

  • પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 19
  • પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી: 25
  • પહેલી ઇનિંગ્સમાં ટીમનો એવરેજ સ્કોર: 137
  • બીજી ઇનિંગ્સમાં ટીમનો એવરેજ સ્કોર: 128

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here