Thursday, August 5, 2021
No menu items!
HomeIPL 2020 : CSK vs SRH : ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે...
Array

IPL 2020 : CSK vs SRH : ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને બેટિંગ લીધી.

IPLની 13મી સીઝનનો સેકન્ડ હાફ આજથી શરૂ થઇ ગયો છે. ચાલુ સીઝનની 29મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દુબઈ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ચેન્નાઈએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. એન. જગદીશનની જગ્યાએ પિયુષ ચાવલાને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે હૈદરાબાદે પોતાની ટીમમાં અભિષેક શર્માની જગ્યાએ શાહબાઝ નદીમને તક આપી છે.

ચેન્નાઈની પ્લેઈંગ 11: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા, કર્ણ શર્મા અને દિપક ચહર

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમ્સન, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહેમદ, શાહબાઝ નદીમ અને ટી નટરાજન

ચેન્નાઈ પાસે હૈદરાબાદ તરફથી મળેલી છેલ્લી હારનો બદલો લેવાની તક છે. લીગની 14મી મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને દુબઇમાં 7 રને હરાવ્યું હતું. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 157 રન જ બનાવી શકી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments