રાજસ્થાન vs ચેન્નાઈ : ચેન્નાઈ સુપરકિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી

0
14

ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે IPLની 13મી સીઝનની ચોથી મેચમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. આ સીઝનમાં બીજી મેચ રમી રહેલી ધોનીની ટીમ મેચ જીતવા ફેવરિટ છે. તેની સામે રોયલ્સ છેલ્લી 5માંથી એક પણ મેચ જીતી શક્યું નથી. ગત સીઝનમાં ચેન્નાઈએ રોયલ્સને બંને મેચમાં હરાવ્યું હતું.

પરિવારની સાથે UAE પહોંચેલો બટલર ક્વોરન્ટીનમાં

રાજસ્થાન રોયલ્સના જ પ્લેયર ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને જોસ બટલર પ્રથમ મેચમાં રમી શકશે નહિ. બટલર બાયો-સિક્યોર માહોલમાંથી હટીને પરિવારની સાથે UAE પહોંચ્યો હતો. આ કારણે તે 6 દિવસ ક્વોરન્ટીનમાં રહેશે. સ્ટોક્સના પિતાને બ્રેઈન કેન્સર છે, આ કારણે તે તેમની સારવાર કરાવવા માટે ક્રાઈસ્ટચર્ચમાં છે.

બંને ટીમોના મોંઘા ખેલાડીઓ

CSKમાં કેપ્ટન ધોની સૌથી મોંઘો પ્લેયર છે. ટીમ તેને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપે છે. તેના પછી ટીમમાં કેદાર જાધવનું નામ છે. તેને 7.80 કરોડ રૂપિયા મળે છે. જ્યારે રાજસ્થાનમાં સ્મિથ 12.50 કરોડ અને સંજુ સેમસન 8 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘા પ્લેયર છે.

પિચ અને વેધર રિપોર્ટઃ શારજાહમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 28થી 39 સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચ બેટ્સમેનને મદદ કરશે. અહીં સ્લો વિકેટ હોવાના કારણે સ્પિનર્સને ખૂબ જ મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી છેલ્લી 13 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સક્સેસ રેટ 69 ટકા રહ્યો છે.

આ મેદાન પર થયેલી કુલ T20: 13

  • પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીતઃ 9
  • પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીતઃ 4
  • પ્રથમ ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 149
  • બીજી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 131

આજે જીતી તો 3 ટીમની સામે 15થી વધુ મેચ જીતનારી બીજી ટીમ બનશે CSK

ત્રણ વખત ચેમ્પિયન(2018,2011,2010) બનેલી CSK જો આ મેચ જીતે છે તો 3 ટીમની સામે 15થી વધુ મેચ જીતનાર બીજી ટીમ બની જશે. આ પહેલાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here