છત્રપતિ શિવાજી ટર્મિનસ મુંબઇનું પ્રથમ હર્બલ ગાર્ડનવાળા સ્ટેશન તરીકે ઓળખાશે

0
2

છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસએમટી) મુંબઇનું પ્રથમ હર્બલ ગાર્ડનવાળા સ્ટેશન તરીકે ઓળખાશે. મધ્યરેલવેએ આ ગાર્ડનમાં ૧૨૦થી વધુ પ્રજાતિની ઔષધી વનસ્પતિઓ વાવી છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૮ના પ્રવેશદ્વારની હેરિટેજ ગલીમાં એક એકર પરિસરમાં ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

ગાર્ડનમાં વાવેલી વિવિધ વનસ્પતિઓમાં બ્રાહ્મી, અશ્વગંધા, ઇવનિંગ પ્રાઇમ રોઝ, પુદીનો, અળસી, જીરું, અજમો, એલચી, અપામાર્ગ, મરી, શતાવરી, તુલસી વગેરે ઔષધીઓનો સમાવેશ છે. અંજીર, હળદર, ગુડમાર, તજના પાન વગેરે મધુમેહમાં ઉપયોગી વનસ્પતિઓ અને સર્વગંધા, ગિલોઇ, લવિંગ ઇત્યાદી ઔષધીઓ વાવવામાં આવી છે.

રેલવે ભવિષ્યમાં આ ઔષધીઓનો ઉપયોગ દવા બનાવવા માટે કરવાનું વિચારી રહ્યું છે. તેમજ મુંબઇના અન્ય સ્ટેશનો પર પણ આવા હર્બલ ગાર્ડન બનાવવાની યોજના છે. મધ્યરેલવેના સીપીઆરઓ શિવજી સુતારે કહ્યું હતું કે, ‘આ બધી ઔષધી વનસ્પતિઓ સારવાર માટે પ્રસિદ્ધ છે. બ્લડપ્રેશર, હૃદયરોગ કે કેન્સરના ઉપચારમાં વપરાય છે. તે સિવાય આ વનસ્પતિઓ ઓક્સીજનમાં સ્તરને વધારવા તેમજ વાયુ પ્રદુષણને ઘટાડવામાં પણ મદદરૃપ બનશે. રેલવેની આ હરિત રેલવેની દિશામાં એક પહેલ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here