Wednesday, September 22, 2021
Homeકોરોના ગ્રસ્ત મહારાષ્ટ્રની મદદ છત્તીસગઢ અને ગુજરાત કરવાના છે
Array

કોરોના ગ્રસ્ત મહારાષ્ટ્રની મદદ છત્તીસગઢ અને ગુજરાત કરવાના છે

કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં આજથી કોરોના કરફ્યુ સાથે આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યમાં દર્દીઓ માટેના ઓક્સિજનની અછતથી પણ હોસ્પિટલો પ્રભાવિત છે.

હવે કોરોના ગ્રસ્ત મહારાષ્ટ્રની મદદ છત્તીસગઢ અને ગુજરાત કરવાના છે. મળતી વિગતો પ્રમાણે આ બંને રાજ્યોમાંથી 200 મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્રને પૂરો પાડવામાં આવશે. છત્તીસગઢના ભિલાઈ પ્લાન્ટમાંથી 100 મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્રના વિદર્ભમાં સપ્લાય કરાશે જ્યારે ગુજરાતના જામનગરમાંથી 100 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય મહારાષ્ટ્રને કરવામાં આવશે.

સરકારનુ અનુમાન છે કે, એક સપ્તાહમાં 1500 મેટ્રિક ટન ઓક્સિજનની રાજ્યને જરુર પડવાની છે. હાલમાં રાજ્ય પાસે રોજનો 1200 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ હોય છે. જેમાંથી 960 ટનનો ઉપયોગ કોરોનાના દર્દીઓ માટે કરવામાં આવે છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે સ્ટીલ પ્લાન્ટસ અને તેલ રિફાઈનરી ઈન્ડસ્ટ્રીને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા માટે આગળ આવવા સૂચના આપી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પણ ઓક્સિજનની અછતને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, મહારાષ્ટ્રને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments