છત્તીસગઢ : મહિલા શિક્ષકે 16 વર્ષના સ્ટુડન્ટ સાથે બાંધ્યા સંબંધો, એક તરફી પ્રેમમાં સ્ટુડન્ટે કરી લીધી આત્મહત્યા

0
4

છત્તીસગઢના બિલાસપુરમાં કેમેસ્ટ્રીની શિક્ષિકાએ તેના વર્ગના 16 વર્ષના વિદ્યાર્થીનું જાતીય શોષણ કર્યાની ઘટના સામે આવી છે. અશ્લીલ ચેટ મોકલવામાં આવતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યો હતો. આ સમય દરમિયાન વિદ્યાર્થી એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો, પણ જ્યારે વિદ્યાર્થીને હકીકતની જાણ થઈ ત્યારે તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

ઘટના સ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે જ્યારે પણ જરૂર પડતી ત્યારે શિક્ષિકા તેનો (વિદ્યાર્થીની) ફાયદો ઉઠાવતી હતી. ગમે ત્યારે નંબર બ્લોક કરી દેતી હતી. આ નોટના આધારે પોલીસે મહિલા ટીચરની ધરપકડ કરી છે. આ ઘટના તોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

વિદ્યાર્થીએ કોડ લેંગ્વેજમાં 4 પેજની સુસાઈડ નોટ લખી હતી. તેને ડિકોડ કરવામાં પોલીસને ઘણો સમય લાગ્યો હતો. ત્યારબાદ આરોપી ટીચર સુધી પોલીસ પહોંચી હતી

વિદ્યાર્થીએ કોડ લેંગ્વેજમાં 4 પેજની સુસાઈડ નોટ લખી હતી. તેને ડિકોડ કરવામાં પોલીસને ઘણો સમય લાગ્યો હતો. ત્યારબાદ આરોપી ટીચર સુધી પોલીસ પહોંચી હતી

વિદ્યાર્થીએ સુસાઈડનો વીડિયો બનાવ્યો અને શિડ્યુલ કરી મોકલ્યો

આ સાથે આવી પણ માહિતી સામે આવી છે કે વિદ્યાર્થીએ અનેક વખત ટીચરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેનો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાર્થીએ તેની સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

તેણે નોટ લખ્યા બાદ સુસાઈડનો વીડિયો પણ બનાવ્યો, જેને શિડ્યુલ કરી પોતાના મિત્રોને મોકલ્યો. અત્યારે પોલીસે આ વીડિયો પણ જપ્ત કરી લીધો છે અને તેને જાહેર કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

ટીચર અંગે માહિતી મેળવવા મોબાઈલ અને સોશિયલ મીડિયા અકાઉન્ડ હેક કર્યું

આ વિદ્યાર્થી ટેકનોલોજીની સારી એવી જાણકારી ધરાવતો હતો. તેણે સુસાઈડ નોટને કોડ ભાષામાં લખી હતી. તેને ડિકોડ કરવા માટે પોલીસને બે દિવસનો સમય લાગ્યો છે. ટીચર પર નજર રાખવા માટે વિદ્યાર્થીએ તેના મોબાઈલ, વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી દીધા હતા.

આ સાથે એવી પણ માહિતી મળી છે કે જ્યારે શિક્ષિકાને આ અંગે જાણ થઈ તો તે 18 માર્ચના રોજ વિદ્યાર્થીના ઘરે ગઈ હતી. ઘરેથી શિક્ષિકા નિકળી તેના અડધો કલાકમાં જ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. તેના પરિવારને અને પોલીસને ત્યારપછીના દિવસે આ અંગે જાણકારી મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here