છત્તીસગઢ : કોરોના વાયરસના નવા વેરિએન્ટ મળ્યા, વૈજ્ઞાનિકોએ N-440 નામ આપ્યું

0
2

છત્તીસગઢમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. પ્રદેશમાં કોરોના વાયરસે મ્યૂટેટ થઈ બદલાયેલું રૂપ જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં 5 નમૂનામાં કોરોનાના નવા વેરિએન્ટની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે તેની અસર અંગે ડોકટર્સને કોઈ જ જાણકારી નથી. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવા વેરિએન્ટ શરીરના ઈમ્યૂન સિસ્ટમને નબળું કરવામાં સક્ષમ છે. જેને N-440 નામ આપવામાં આવ્યું છે.

છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે જણાવ્યું કે ભારત સરકારે ગત દિવસોમાં છત્તીસગઢના 5 નમૂનામાં N-440 નામના નવા વેરિએન્ટનો રિપોર્ટ આપ્યો હતો, પરંતુ આ એટલું ઘાતક નથી. પ્રદેશમાં અત્યાર સુધી બ્રિટિશ વેરિએન્ટ, સાઉથ આફ્રિકન વેરિએન્ટ અને બ્રાઝીલિયન વેરિએન્ટના એક પણ મામલાઓ સામે આવ્યા નથી.

કેસ વધવાનું કારણ હોય શકે છે નવા વેરિએન્ટ

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) રાયપુરના નિર્દેશક ડૉ. નીતિન એમ. નગરકરનું કહેવું છે કે પ્રદેશમાં એટલું વધારે સંક્રમણ છે કે નવા વેરિએન્ટ તો સામે આવશે જ. એક વર્ષમાં સંક્રમણ એટલું વધ્યું છે જે પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. સંક્રમણ વધતું ગયું તો વાયરસમાં મ્યૂટેશન હશે અને નવા વેરિએન્ટ પણ સામે આવી શકે છે. ડૉ. નાગરકરે જણાવ્યું કે હાલ તેના અસરની વધુ જાણકારી સામે આવી નથી.

તો રાયપુર મેડિકલ કોલેજના કેટલાંક ડોકટરે જણાવ્યું કે નવા વેરિએન્ટ N-440 પર હજુ કોઈ અભ્યાસ તો સામે નથી આવ્યો, પરંતુ શક્યતા છે કે નવા વેરિએન્ટ શરીરની રોગ પ્રતિરોધક પ્રણાલીને દગો આપવામાં સક્ષમ છે. તેના કારણે સારા ઈમ્યૂનિટીવાળા લોકો પણ સંક્રમણની ઝપેટમાં આવી રહ્યાં છે. પ્રદેશમાં સંક્રમણની વધતી ગતિની પાછળ આ નવો વેરિએન્ટ પણ એક કારણ હોય શકે છે.

પ્રદેશમાં નવા વેરિએન્ટ પર રિસર્ચની કોઈ જ વ્યવસ્થા નહીં

મળતી માહિતી મુજબ પ્રદેશમાં હજુ વાયરસના નવા વેરિએન્ટ પર રિસર્ચની કોઈ જ વ્યવસ્થા નથી. રાયપુર AIIMS દરેક સપ્તાહે કેટલાંક નમૂનાને નેશનલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં મોકલે છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ તેની તપાસ પછી રિપોર્ટ જાહેર કરી શકે છે. તેના માટે નવા વેરિએન્ટ કે વાયરસના મ્યૂટેટ હોવાની માહિતી સામે આવી છે. ગત સપ્તાહે આ પહેલી વખત થયું, જ્યારે વાયરસમાં બેવડા મ્યૂટેશનનો ખ્યાલ આવ્યો હતો.

અત્યાર સુધીમાં 3.49 લાખ સંક્રમિત, 4,170નાં મોત

છત્તીસગઢમાં કોરોનાનો પહેલો દર્દી 18 માર્ચ 2020નાં રોજ સામે આવ્યો હતો. તે એક યુવતી હતી, જે લંડનથી રાયપુર પરત ફરી હતી. ત્યારથી આ વાયરસ 3,49,187 લોકોને પોતાની ઝપેટમાં લઈ ચુક્યો છે. જેમાંથી 3.19 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે. 4,170 લોકોને આ બીમારીને કારણે જીવ ગુમાવવો પડ્યો છે. બુધવારે પ્રદેશમાં એક દિવસમાં 4,563 નવા કેસ મળ્યાં છે, તો 28 દર્દીઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here