છોરું બન્યું કછોરું : ડીસામાં વૃધ્ધાને રાત્રે કચરાના ઢગલામાં મુકી ફરાર થઈ ગયો

0
0

ડીસામાં વૃધ્ધાને રાત્રે કચરાના ઢગલામાં મુકી ફરાર થઈ ગયો હતો. હિંદુ યુવા સંગઠન દ્વારા બચાવી લઇ ડીસા અને ત્યાંથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ડીસા અને પાલનપુરના સેવાભાવી યુવાનોના આ માનવતાભર્યા કાર્યની સરાહના થઇ રહી છે.

બે દિવસ અગાઉ વૃદ્ધાને છોડ્યાં
કળીયુગમાં ઘરડા માવતરની સાર સંભાળ લેવાના બદલે તેમનો તિરસ્કાર કરવામાં આવી રહ્યો છે. આવો જ કિસ્સો ડીસામાં બહાર આવ્યો છે. આ અંગે ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, ડીસાના હવાઇ પિલ્લર વિસ્તારમાં નવા બગીચા નજીક કચરાના ઢગલામાં કોઇ વૃધ્ધાને તેના પરિવારજનો બે દિવસ અગાઉ રિક્ષામાં મુકીને જતા રહ્યા હોવાની જાણ થતાં ટીમના મિત્રો સાથે ત્યાં પહોચ્યા હતા. જ્યાં તેમનું નામ પુછતાં કમળાબેન બાબુભાઇ જણાવ્યું હતુ.

વધુ સારવાર માટે પાલનપુર ખસેડ્યાં
કણસતી હાલતમાં માજીને એમ્બ્યુલન્સ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર મોકલ્યા હતા. પાલનપુર જન સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના જયેશભાઇ સોની, નરેશભાઇ સોનીએ આ માજીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવી સારવારની સઘળી જવાબદારી ઉઠાવી હતી. આ અંગે નિતિનભાઇ સોનીએ જણાવ્યું કે, વૃધ્ધાના પરિવારજનોની શોધખોળ કરવા માટે અમો પ્રયત્નશિલ છીએ. આ અંગે સોમવારે સમાજ કલ્યાણ વિભાગ સહિત પોલીસને જાણ કરાશે.

હિંદુ યુવા સંગઠને વૃદ્ધાને સારવાર અર્થે ખસેડ્યાં
હિંદુ યુવા સંગઠને વૃદ્ધાને સારવાર અર્થે ખસેડ્યાં

કણસતી હાલતમાં પાણી-પાણી પોકારી રહ્યા હતા
ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલ હવાઈ પિલ્લર મેદાનમા આવેલા બંધ હાલતમાં રહેલા નાનાજી દેશમુખ ગાર્ડન પાસે આવાવરુ જગ્યામાં કચરાના ઢગમાં એક વયોવૃદ્ધ મહિલા કણસતી હાલતમા પાણી પાણીના પોકર કરી રહ્યા હતા. તેની જાણ આસપાસ મેદાનમાં રહેતા ઝુંપડપટ્ટીના લોકોને થતા તેમને આ બાબત ગાર્ડનના ચોકીદારને કરતા ચોકીદારે આ કણસી રહેલા મહિલાની જાણ ડીસામા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોનીને કરતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોચ્યા હતા અને શારીરિક અને માનસિક કમજોર કણસી રહેલા આ માજીને આવાવરુ કચરા વાળી જગ્યામાથી બહાર લાવી ગાર્ડનની સેડ નીચે સુવડાવી ચા પાણીની વ્યવસ્થા કરી સારવાર માટે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

માજીને બે દિવસથી કોઈ મુકી ગયું
હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે ડીસામાંથી મને એક ફોન આવેલો જેમાં હવાઈ પિલ્લરે એક માજીને બે દિવસથી કોઈ મુકી ગયું છે. એમની કોઈ સાર સંભાળ રાખવા વાળું કોઈ નથી. જેથી અમે અહીંયા આવીને જોયું કે કચરના ઢગલામાં પડ્યા હતા. આશરે ઉંમર 80 વર્ષની હશે. અમે તાત્કાલિક એબ્યુલન્સ બોલાવી બગીચાના ચોકીદાર હતા. એમની મદદથી કચરમાં બહાર કાઢ્યા હતા અને એમને 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો કોઇ પરિવારજનો અંગે માહિતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here