છોટાઉદેપુર : કવાંટમાં 10.5 ઇંચ વરસાદથી બ્રિજનો એક પિલ્લર ધોવાયો, ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત, સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા

0
15

છોટાઉદેપુરઃ રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં છેલ્લા 24 કલાકમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને પગલે કવાંટ ગામના બ્રિજના એક પિલ્લરનું ધોવાણ થઇ ગયું છે. જેને પગલે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા
છોટાઉદેપુર જિલ્લામાં બુધવારે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે કવાંટ ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત મંગલદીપ, મહાદેનગર, હરીઓમનગર, વિકાસનગર, ગાયત્રીનગર સહિત નસવાડી રોડ પર આવેલી તમામ સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

ટ્રાન્ફોર્મર જમીનદોસ્ત થઇ ગયું
કવાંટમાં ભારે વરસાદને પગલે ટ્રાન્ફોર્મર જમીનદોસ્ત થઇ ગયું છે. જેને પગલે કવાંટમાં રાત્રે અંધકાર થવાઇ ગયો હતો. આજે પણ કવાંટમાં વીજ પૂરવઠો પૂર્વવત થયો નથી.

ભારે વરસાદને પગલે કરા નદી બે કાંઠે
5 દિવસ પહેલાં જ કવાંટમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અને હવે ફરી 10.5 ઇંચ વરસાદ ખાબકતા કવાંટમાંથી પસાર થતી કરા નદી બે કાંઠે વહી રહી છે. અને કરા નદી પરના નાના બ્રિજના એક પિલરનું ધોવાણ થઇ ગયું છે. જેને પગલે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

ઓરસંગ નદી બે કાંઠે
છોટાઉદેપુર પથંકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેને પગલે ઓરસંગ નદી હાલ બે કાઠે વહી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here