- Advertisement -
છોટાઉદેપુર: તાલુકાના મોટી સઢલી ગામે દીપડાએ ઘરમાં ઘુસી બે પુરૂષ અને બે મહિલા તથા એક બકરા પર હુમલો કર્યો હતો. જેને પગલે છોટાઉદેપુર વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ વન વિભાગ દ્વારા દીપડાને ઘરમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.