Sunday, February 16, 2025
Homeછોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે, જોજવા...
Array

છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે, જોજવા આડબંધ ઓવરફ્લો

- Advertisement -

છોટાઉદેપુરઃ મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. બોડેલી પાસે આવેલો જોજવા આડબંધ પણ સિઝનમાં પહેલી વખત 216 ફૂટના લેવલથી ઓવરફ્લો થયો છે.

ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ
ઓરસંગ નદી પર આવેલો જોજવા આડબંધ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે. અને નદીમાં નવા નીર આવવાને કરાણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.

વઢવાણા તળાવ 25થી વધુ ગામોને પાણી પુરૂ પાડે છે

ગાયકવાડી શાસનમાં જોજવા આડબંધ બનાવવામાં આવ્યો હતો. આ ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી વઢવાણા તળાવમાં પણ જાય છે. અને વઢવાણા તળાવ સંખેડા અને ડભોઇ તાલુકાના 25થી વધુ ગામોને પાણી પુરૂ પાડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular