LIVE: ચિદમ્બરમને CBIની ટીમે કોર્ટમાં રજૂ કર્યા, રિમાન્ડની કરી શકે છે માંગ

0
23

પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમને સીબીઆઇ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં રજૂ કરવા જઇ રહ્યાં છે. બુધવારનાં ગઇ કાલનાં રાત્રીનાં નાટકીય અંદાજમાં તેમનાં ઘરેથી સીબીઆઇએ ચિદમ્બરમની ધરપકડ કરી હતી. ત્યારે આજે તેમની સીબીઆઇ હેડક્વાર્ટરમાં અંદાજે 3 કલાક પૂછપરછ પણ કરવામાં આવી. કોર્ટમાં સીબીઆઇ પી. ચિદમ્બરમની ન્યાયિક ધરપકડની માંગ કરી શકે છે.

પી. ચિદમ્બરમને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં લઈ જવાયાં છે.ત્યારે કોર્ટમાં CBI ચિદમ્બરમના 14 દિવસનાં રિમાન્ડની માંગ કરી શકે છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,તપાસમાં સહયોગ ન આપવાનું કારણ રજૂ કરી CBI રિમાન્ડની માંગ કરી શકે છે. મહત્વનું છે કે ચિદમ્બરમને જેલ થશે કે જામીન મળશે તે અંગે નિર્ણય આવી શકે છે.

મહત્વનું છે કે ત્યારે આ મામલે પી. ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ, તેમનાં વકીલ અભિષેક મનુ સિંઘવી પણ કોર્ટ પહોંચી ગયા છે. પી. ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમ પણ કોર્ટમાં પહોંચી ગઇ છે. સીબીઆઇ તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા દલીલ રજૂ કરશે.

સીબીઆઇની ચિદમ્બરમને પૂછપરછ ખતમઃ
સીબીઆઇ દ્વારા પી. ચિદમ્બરમની પૂછપરછ ખતમ થઇ છે. અંદાજે 3 કલાક સુધી આ પૂછપરછ ચાલી. જ્યારે સીબીઆઇનાં ઓફિસર બેઠક પણ કરી રહ્યાં છે. જેમાં તેઓ આગામી રણનીતિ પણ ઘડી રહ્યાં છે.

બુધવારનાં રોજ ગઇ કાલે ચિદમ્બરમની થઇ હતી ધરપકડઃ

મહત્વનું છે કે ગઇ કાલનાં દિલ્હી કોંગ્રેસ કાર્યાલય ખાતે એકાએક ચિદમ્બરમ હાજર થયા બાદ અંદાજે ત્રણ કલાકનાં નાટક બાદ તેમનાં ઘરેથી 1 કલાકની પૂછપરછ બાદ પી ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. DCP આનંદ શર્માની ટીમે ચિદમ્બરમની ધરપકડ કરી હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સીબીઆઇ દ્વારા તેમની પૂછપરછ માટે સીબીઆઇનાં મુખ્ય કાર્યાલય પણ લઇ જવાયા હતાં.

મારા પર કોઇ આરોપ નથીઃ ચિદમ્બરમ

ગઇ કાલનાં રોજ ચિદમ્બરમ જ્યારેકોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં. ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે લૂલો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને અને મારા દીકરાને રાજકીય ષડયંત્રમાં ફસાવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, INX મીડિયા કેસમાં મારા પર કોઇ આરોપ નથી, ચિદંબરમે કહ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં તેમના વિશે હું બહુજ પ્રકાર ભ્રમ ફેલાવાયા છે.

ચિદંબરમે કહ્યું હતું કે, આ મામલે તેમના અને તેમના પરિવાર વિરૂદ્ધ કોઇ ચાર્જશીટ નથી. તેમણે કહ્યું કે, લોકતંત્રની બુનિયાદ આઝાદી છે, ચિદંબરમે કહ્યું હતું કે, જો તેમને જિંદગી અને આઝાદીમાંથી કોઇ પસંદ કરવાનું કહે તો તે આઝાદી પસંદ કરશે.