NX કેસ : ચિદમ્બરમ 17 ઓક્ટોબર સુધી તિહાડમાં રહેશે, કોર્ટે સતત ત્રીજી વખત 14 દિવસ માટે કસ્ટડી વધારી

0
18

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયાના ભષ્ટ્રાચાર સાથે જોડાયેલા મામલામાં જેલમાં બંધ પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. તેમણે ગુરુવારે અરજી દાખલ કરીને ઝડપથી સુનાવણીની માંગણી કરી છે. જસ્ટિસ એન વી રમનાએ ચિદમ્બરમની અરજીને ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની પાસે મોકલી છે. બીજી તરફ વિશેષ કોર્ટે ચિદમ્બરની જ્યુડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. આજે કસ્ટડી ખત્મ થયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે 5 સપ્ટેમ્બરથી જેલમાં છે.

અગાઉ 30 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપવાથી ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અત્યાર સુધીમાં મામલાના સબૂતોમાં કોઈ છેડછાડ થઈ નથી. મામલાની તપાસ હાલ મહત્વના તબક્કા પર છે. આ કારણે સબૂતો સાથે છેડછાડ થવાની શકયતા છે. ચિદમ્બરમ સાક્ષીઓને પ્રભાવિત પણ કરી શકે છે.

કોંગ્રેસ નેતા ચિદમ્બરમ હાલ તિહાડ જેલમાં બંધ છે. ગુરૂવારે તેમની જ્યુડિશિયલ કસ્ટડી ખત્મ થઈ રહી છે. 19 સપ્ટેમ્બરે વિશેષ કોર્ટે બીજી વાર કસ્ટડી 14 દિવસ માટે વધારી હતી. દિલ્હી હાઈકોર્ટે 20 ઓગસ્ટે ચિદમ્બરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી.

ચિદમ્બરમે કહ્યું – જેલના ભોજનથી વજન ઘટે છે, એક ટંક ઘરના ભોજનની મંજૂરી
આ દરમિયાન ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં આગ્રહ કર્યો હતો કે જેલમાં તેમને એ ભોજન નથી અપાતું જેની તેમને ટેવ છે. તેનાથી તબિયત લથડી રહી છે. ન્યાયિક કસ્ટડીમાં તેમનું પહેલાંથી ચાર કિલો વજન ઘટી ગયું છે એટલા માટે કોર્ટ તેમને ઘરનું ભોજન લેવાની મંજૂરી આપે. તેના પર સીબીઆઈએ કહ્યું કે અમને ચિદમ્બરમ માટે ઘરેથી ભોજન લાવવા સામે કોઈ વાંધો નથી. તેના પછી વિશેષ જજ અજયકુમાર કુહારે ચિદમ્બરમને જેલમાં એક ટાઈમનું ભોજન ઘરેથી આપવાની છૂટ આપી. બીજી બાજુ જામીન માટે ચિદમ્બરમે હાઈકોર્ટે રાહત ન આપતાં સુપ્રીમકોર્ટમાં અપીલ કરી છે. તેમના વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ એન.વી.રમના, સંજીવ ખન્ના અને કૃષ્ણ મુરારીની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરી. બેન્ચે તેમની અરજીને સુનાવણીની મંજૂરી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સમક્ષ મોકલી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here