મુખ્યમંત્રી કેજરીવાલની દિલ્હીવાસીઓને મોટી ભેટ : ડીઝલમાં લિટરદીઠ 8 રૂપિયા 36 પૈસાનો ઘટાડો કર્યો

0
0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. રાજધાનીમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લાગૂ કરવામાં આવશે. કેજરીવાલ સરકારની આ રાહત સાથે હવે દિલ્હીમાં ડીઝલના ભાવમાં 8.36 રૂપિયાનો ઘટાડો થશે. દિલ્હીના સીએમએ કહ્યું કે, દિલ્હીમાં ડીઝલ 82 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. દિલ્હીમાં હવે વેટ 3૦ ટકાથી ઘટાડીને ૧6 ટકા લાગુ થશે. આ સાથે ડીઝલના ભાવમાં 8 રૂપિયા ઘટાડો થશે, ડીઝલ હવે 73.74 રૂપિયામાં મળશે.

ગુરુવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે કેબિનેટે રાજ્યના અર્થતંત્રને વેગ આપવા આ નિર્ણય લીધો છે. હવે લોકો દિલ્હીમાં કામ પર પાછા ફર્યા છે, વાતાવરણમાં સુધારો થઈ રહ્યો છે અને કોરોના કેસ પણ ઓછા થઈ રહ્યા છે.અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે વારંવાર ઉદ્યોગપતિઓ અને કારખાનાના માલિકોએ તેમને આ અપીલ કરી હતી, આવી સ્થિતિમાં હવે આ રાહત સરકાર આપી રહી છે જેથી દિલ્હીમાં કામ શરૂ થઈ શકે.

આપને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંકટ અને લોકડાઉન વચ્ચે દેશમાં કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થયો છે. દરમિયાન, ડીઝલ દિલ્હીમાં પહેલીવાર 80 રૂપિયાનો આંકડો પાર કરી ગયો હતો, જે બાદ ઘણો વિવાદ હતો. જોકે, કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં વેટ ખૂબ વધારે છે, તેથી કિંમતો વધી રહી છે. દરમિયાન, હવે આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જેથી દિલ્હીના લોકોને રાહત મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here