Thursday, October 28, 2021
Homeઓડિશામાં આવેલા વાવાઝોડાને મુખ્યમંત્રી નવીન પટનાયકે ઝીરો કેઝ્યુલિટીથી પાર પાડ્યું હતું, હવે...
Array

ઓડિશામાં આવેલા વાવાઝોડાને મુખ્યમંત્રી નવીન પટનાયકે ઝીરો કેઝ્યુલિટીથી પાર પાડ્યું હતું, હવે ગુજરાત સરકારની પરીક્ષા

ગુજરાતના દરિયાકિનારે વધી રહેલા વાવાઝોડાના ભય સામે રાજ્ય સરકારે સમગ્ર તંત્રને અલર્ટ પર મૂકી ઝીરો કેઝ્યુલિટી માટે કટિબદ્ધ બની છે, ત્યારે 2018માં ઓડિશાના મુખ્યમંત્રીએ વાવાઝોડા સામે ટક્કર આપી એકપણ વ્યક્તિનું મૃત્યુ ના થયાનો રેકોર્ડ બનાવ્યો હતો, હવે ગુજરાત સરકારની પણ આ કઠોર પરીક્ષા છે.

ઓડિશામાં વાવાઝોડાને ઝીરો કેઝ્યુલિટીથી પાર પડાયું હતું
આ ઉપરાંત વાવાઝોડાની શક્યતાની સાથે ગુજરાતની સૌથી મોટી કટોકટી દેશનાં અન્ય રાજ્યોના ક્ષેત્રમાં જામનગરની રિલાયન્સમાંથી જે ઓક્સિજન પુરવઠો પહોંચાડવાની છે. આ માટે પણ રાજ્ય સરકારે ગ્રીન કોરિડોર કરીને ઓક્સિજન સપ્લાઇમાં કોઈ અડચણ ના આવે એ માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. વાવાઝોડા કે એની અસર હેઠળ ઝીરો કેઝયુલિટીની નીતિની ગુજરાતમાં પ્રથમ વખત કસોટી થશે. અગાઉ ઓડિશામાં મુખ્યમંત્રી નવીન પટનાયકે 2018માં રાજયમાં ફૂંકાયેલા વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ રેકોર્ડ વાસ્તવિક બનાવ્યો જ હતો.

દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFથી લઈને કોસ્ટ ગાર્ડને તહેનાત કરી દેવામાં આવ્યા છે.

NDRFથી લઈને કોસ્ટ ગાર્ડ ને તહેનાત કરાયા
ગુજરાતમાં પણ વાવાઝોડાની આગાહી આવતાં જ તંત્ર એક્ટિવ થઈ ગયું હતું, રાજ્યના મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના સભ્યો અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા હતા અને ગઈકાલથી સમગ્ર તંત્રને અલર્ટ મોડ પર લાવીને દરિયાકિનારાના વિસ્તારમાંથી સ્થળાંતરની સાથે સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા ગોઠવી વાવાઝોડું ત્રાટકે તોપણ એકપણ વ્યક્તિનું મૃત્યુ ના થાય એ માટેની તકેદારી રાખી ઝીરો કેઝ્યુલિટીની નેમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ અલગ જિલ્લા અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFથી લઈને કોસ્ટ ગાર્ડને તહેનાત કરી દેવામાં આવ્યા છે.

વીજપુરવઠો ખોરવાય નહીં એની સૂચના અપાઈ
વાવાઝોડામાં રાજ્યમાં સૌથી મોટી ચિંતા ઝીરો કેઝ્યુલિટીનો ટાર્ગેટ છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અધિકારીઓ સાથેની બેઠકમાં વાવાઝોડું પહોંચે એ પૂર્વે અસરગ્રસ્ત ક્ષેત્રમાં નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને તમામને સલામત સ્થળે પહોંચાડી દેવાની કામગીરી સંપન્ન કરવાનો આદેશ અપાયો છે અને તો બીજી તરફ રાજ્યમાં વીજ તથા સંદેશાવ્યવહાર ખોરવાય નહીં એ જોવા ખાસ સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડામાં રાજ્યમાં સૌથી મોટી ચિંતા ઝીરો કેઝ્યુલિટીનો ટાર્ગેટ.

1.50 લાખ નાગરિકોનું 930 જેટલા શેલ્ટર હોમમાં સ્થળાંતર
દરિયાકાંઠાના જિલ્લાઓમાં કિનારાથી 10 કિમી સુધીના વિસ્તારમાં રહેતા આશરે 1.50 લાખ નાગરિકોનું 930 જેટલાં શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. વાવઝોડું ગુજરાતને ટકરાયા બાદની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે વરસાદને કારણે ઊભી થનારી મુશ્કેલીઓને નિવારવા માટે સમગ્ર તંત્ર સજ્જ છે અને જરૂર પડ્યે રેસ્કયૂ ઓપરેશન માટેની તમામ તૈયારીઓ અત્યારથી જ કરી લેવામાં આવી છે. આ માટે 3 રિઝર્વ ટીમ સહિત NDRFની 44 ટીમ તથા SDRFની 10 ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગની 262 તેમજ માર્ગ અને મકાન વિભાગની 262 ટીમ તહેનાત કરવામાં આવી છે.

પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનો આરોગ્ય વિભાગ સજ્જ
હાલની કોવિડની ગંભીર પરિસ્થિતિમાં તાઉ-તે વાવાઝોડાને કારણે કોઈ દર્દીઓને કોઈ મુશ્કેલી ન નડે એ માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ હોવાનું આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું. આગામી 48 કલાક માટે તમામ કોવિડ હોસ્પિટલોમાં વીજપુરવઠો મળી રહે એ માટે પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્યને લાગતી ગંભીર જરૂરિયાતને પહોંચી વળવા રાજ્યમાં આરોગ્યની 744 ટીમ, 160 આઇસીયુ ઓન વ્હીલ્સ તેમજ 607 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ સહિતના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 108 તહેનાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments