નીતિશની ચૂંટણી સભા : અલૌલીમાં મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું- જેમને મારા પર બોલવાથી પ્રચાર મળે છે તો બોલે

0
9

મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે ખગડિયાના અલૌલી, બેગુસરાયમાં સાહેબપુર કમાંલ અને તેઘડામાં ચૂંટણી સભા દરમિયાન વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જેમને ક, ખ, ગ, ઘનું જ્ઞાન નથી, તેઓ જે મનમાં આવે છે, તે બોલે છે. મારા પર બોલીને જો તમને પબ્લિસિટી મળે તો બોલે. મંચ પરથી, તેમણે તેમની સિદ્ધિઓ ગણાવી અને લાલુ- રાબડી યુગની ડરામણી તસવીર પણ રજૂ કરી. કહ્યું, પહેલા કેવી પરિસ્થિતી હતી? સાંજ પડતાં ઘરની બહાર નીકળતા હતા કોઈ? પહેલા ગુનાઓ બાબતે બિહાર પ્રથમ નંબર પર હતું, આજે અમે લોકોએ તેને 23માં સ્થાન પર લાવી દીધું છે.

ખગડિયાથી કુશેશ્વર વચ્ચેનું અંતર ઓછું થશે

નીતિશે બેઠકમાં જણાવ્યું હતું કે અલૌલીમાં 42 કરોડ 28 લાખના ખર્ચે એક પુલ બનાવવામાં આવ્યો હતો. ખગડિયાથી કુશેશ્વર વચ્ચેનું અંતર લગભગ 125 કિલોમીટર ઘટી જશે. અમે રસ્તાઓ અને પુલો બનાવ્યાં છે. દરેક ઘર સુધી પાક્કા રસ્તા બનાવ્યા છે. તેમણે કહ્યું કે અમે વીજળીની સારી સુવિધા ઉપલબ્ધ કરાવી, આગળ તક મળશે તો રાજ્યના દરેક ગામમાં સોલર લાઇટ લગાવીશું.

કેટલાક લોકોને કમાણી કરવાનો ઇરાદો

નીતિશકુમારે વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે કેટલાક લોકોને કમાણી કરવાનો ઇરાદો છે. અમે નિ: સ્વાર્થ ભાવે સેવામાં વિશ્વાસ કરીએ છીએ. આ પહેલા તેમણે બેગુસરાયમાં સાહેબપુર કમાલની ચૂંટણી સભામાં પણ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને પોતાની સિદ્ધિઓને ગણાવી હતી.

પહેલા મતદાન અને ત્યાર બાદ જ જળપાન

તેઘડાની ચૂંટણી સભામાં નીતિશ કુમારે તેમના ઉમેદવારને મત આપવાની અપીલ સાથે ત્યાં બેઠેલી મહિલાઓને કહ્યું કે તેઓ નિશ્ચિતપણે મત આપવા જશો.પહેલા મતદાન ત્યાર બાદ જ જળપાન. મતદાન કરીને આવે, ત્યાર બાદ જ ઘરમાં ખાવાનું આપજો. જાહેરસભામાં નીતિશે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને પોતાની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here