ઉત્તરાખંડના મુખ્યમંત્રી: પરિવારમાં સંસ્કાર અને અનુશાસન હશે તો તેઓ કદી અસફળ નહીં થાય

0
5

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત સતત ચર્ચામાં રહે છે. સૌ પ્રથમ તો અચાનક મુખ્યમંત્રી બન્યા તેને લઈ તેઓ ચર્ચામાં આવી ગયા હતા અને ત્યાર બાદ પોતાના નિવેદનોને લઈ તેઓ સતત લાઈમલાઈટમાં રહે છે. થોડા સમય પહેલા તેમણે કહ્યું હતું કે, આજકાલ મહિલાઓ ફાટેલા જીન્સ પહેરીને ચાલે છે, શું આ યોગ્ય છે.. આ કેવા સંસ્કાર છે? સોશિયલ મીડિયામાં તેમના આ નિવેદનને લઈ ભારે રોષ વ્યાપ્યો છે.

આ વિવાદ બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને તેમને ફાટેલા જીન્સ સામે વાંધો શા માટે છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘હું એક સામાન્ય ગ્રામીણ પરિવારથી આવું છું. અમે જ્યારે શાળાએ જતા ત્યારે પેન્ટ ફાટી જાય તો અનુશાસન અને ગુરૂજીના ડરથી અમે તેના પર ટેગ લગાવી, ગુરૂજી વઢે નહીં એટલે તે ભાગ ઢાંકી દેતા. આજે બાળકો 4,000 કે 2,000નું જીન્સ લે તો તે ફાટેલુ છે કે નહીં તે ચેક કરે અને ન ફાટેલું હોય તો ઘરે જઈ તેના પર કાતર ફેરવી દે છે. આમાં મેં ખોટું શું કહ્યું?’

વધુમાં કહ્યું કે, ‘પરિવારમાં સંસ્કાર અને અનુશાસન હશે તો તેઓ કદી અસફળ નહીં થાય. ફક્ત પુસ્તકોનું જ્ઞાન નહીં, બાળકોને આ રીતે પણ ઢાળવા જોઈએ તો એમાં શું ખોટું કહ્યું? મારે પણ દીકરી છે અને આ નિયમ તેના પર પણ લાગુ થશે. મેં જે કાર્યક્રમમાં આ વાત કરી હતી તેનો વિષય પણ આવો જ હતો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here