GTU દ્વારા તૈયાર કરાયેલ ‘ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦’ પુસ્તકનું મુખ્યમંત્રી રૂપાણીએ વિમોચન કર્યું.

0
59

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ‘ગાંધીવિચાર મંજૂષા 2020’ નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધી વિચારોને લોકો જાણે અને સમજે તે માટે GTU દ્વારા આ પુસ્તક તૈયાર કરાયું છે. જેનું ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું.

 

ત્રણ ભાષામાં ત્રણ હજાર શબ્દોની નિબંધ સ્પર્ધા

GTU દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા “૨૧મી સદીમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા” અને અધ્યાપકોની શ્રેણીમાં “એજન્ડા 2030 (SDG) સિદ્ધ કરવામાં ગાંધીવિચારની ભૂમિકા” વિષય ઉપર ત્રણ ભાષામાં નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં 3000 શબ્દોની નિબંધ સ્પર્ધામાં કુલ 10 વિજેતાઓને રૂ. 21000થી રૂ. 1000સુધીના પારિતોષિક આપીને સન્માનિત કરાયા હતા.

પ્રથમ 10 વિજેતાઓના નિબંધનો પુસ્તકમાં સમાવેશ કરાયો

આ બંને શ્રેણીમાં પ્રથમ 10 વિજેતાના વિદ્યાર્થી અને અધ્યાપકોના નિબંધ ગાંધીવિચાર મંજૂષા 2020 પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. આ નિબંધ સ્પર્ધામાં અધ્યાપક શ્રેણીમાં ૫૫ અધ્યાપકોએ જ્યારે વિદ્યાર્થી શ્રેણીમાં કુલ 323 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી શ્રેષ્ઠ 10 વિદ્યાર્થી અને અધ્યાપકોની પસંદગી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here