કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત પહોંચ્યા,

0
7

સુરત. કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટથી કલેક્ટર કચેરી પહોંચ્યા છે. ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને ડોક્ટરો સાથે બેઠક યોજાઈ છે. આ બેઠક લગભગ 11:00 વાગ્યાથી ચાલુ થઇ 1:00 વાગ્યા સુધી ચાલે એવી સંભાવના છે ત્યારબાદ 2:00 વાગ્યે ફરી અમદાવાદ જવા નીકળશે. મુખ્યમંત્રીની સુરત મુલાકાતને લઈને સુરત એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો
અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામમાં હીરા એકમોને ખુલી છુટ આપી દેતા પરિસ્થિતિ પણ ખુબ જ ગંભીર બની છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ હીરા એકમોમાં પાલન થતું ન હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 5967 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.કુલ 220 લોકો જાન ગુમાવી ચુક્યા છે. જ્યારે 3635 લોકો સાજા થઈ ઘરે ગયા છે.

સુરત શહેર તેમજ જીલ્લા મળી પાંચ દિવસથી 200થી ઉપર કેસો આવી રહ્યા છે
હાલ 2112 લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે. તંત્રની વ્યવસ્થાની વાત કરીએ તો તમામ ખાનગી હોસ્પિટલો મળીને ફુલ 2186 બેડ છે જેમાંથી 485 બેડ ફૂલ છે જ્યારે 1701 બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ મળી કુલ 550 બેડ છે જે પૈકી 321 બેડ પર દર્દીઓ છે. સ્મીમેર હોસ્પિટલમાં કુલ 757 બેડ છે જેમાંથી 587 બેડ ફૂલ છે જ્યારે 180 બેડ ખાલી છે. છેલ્લા પાંચ દિવસથી તો સુરત શહેર તેમજ જીલ્લા મળી રોજના 200થી ઉપર કેસો આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here