Wednesday, December 8, 2021
Homeમુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ફાળો અર્પણ કર્યો
Array

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ફાળો અર્પણ કર્યો

7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસના અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. દેશની સરહદો પર સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપે છે. મા ભોમની રક્ષા કરવાની સાથે આંતરિક સુરક્ષા પણ આપણા જવાનો કરે છે.

દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ જેવી કે, પુર, વાવાઝોડું, ભૂકંપ કે કાયદા વ્યવસ્થાની જાળવણીમાં જો કોઈ ભંગ થાય, ત્યારે પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા હોય છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપણાં વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકોને સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપિલ પણ કરી છે.

મુખ્યમંત્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ઉપલક્ષ્યમાં આજે ગાંધીનગરમાં વીર સેનાનીઓ અને તેમના પરિવારનું કલ્યાણ કરવા પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. સાથે જ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક નિવૃત કમાંડર શશિકુમાર ગુપ્તા, નાયબ નિયામક પી. એચ. ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશના ડિફેન્સ પીઆરઓ અને એરફોર્સના અધિકારીઓ પણ આ કામમાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments