ઉત્તરપ્રદેશ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનું દિલ્હીમાં નિધન, યોગી આદિત્યનાથ કાલે પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થાય, પરિવારને અપીલ- લોકડાઉનનું પાલન કરીને અંતિમક્રિયા કરો

0
10

લખનઉ:. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટ(89)નું સોમવારે સવારે 10.44 વાગ્યે દિલ્હીના AIIMSમાં અવસાન થયું હતું. લીવર અને કિડનીની સમસ્યાના કારણે તેમને 13 માર્ચના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે મલ્ટિપલ ઓર્ગન ફેલ થવાથી રવિવારે મોડી રાત્રે તેમની તબિયત વધારે બગડી ગઇ હતી. આનંદસિંહના અંતિમસંસ્કાર ઉત્તરાખંડ સ્થિત તેમના ગામ પંચૂરમાં મંગળવારે થશે. યોગી આદિત્યનાથે પિતાજીના નિધન પર શોક વ્યક્ત કરી જણાવ્યું કે તેઓ યૂપીમાં કોરોના સંકટ અને લોકડાઉનના કારણે પિતાના અંતિમ દર્શન નહીં કરી શકે. તેમને પરિવારને અપીલ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને અંતિમક્રિયા સંપન્ન કરાવે.

આનંદસિંહને AIIMSમાં તબિયત પૂછવા માટે રવિવારે રાત્રે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી સંગઠનના મહાસચિવ બીએલ સંતોષ પહોંચ્યા હતા. શનિવારે રાત્રે જ તેમની તબિયત અચાનક બગડી ગઇ હતી. ત્યારબાદ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીને જ્યારે તેમના પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તેઓ કોવિડ-19 સંબંધિત ટીમ સાથે એક બેઠકમાં હતા. આ દરમિયાન તેઓ થોડા સમય માટે સ્તબ્ધ થઇ ગયા. તેમની આંખો ગમગીન થઇ ગઇ હતી. તેમ છતા તેમણે અધિકારીઓ સાથે બેઠક ચાલુ રાખી. રાજ્યપાલ આનંદીબેન પટેલ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવે યોગીજીના પિતાજીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું.

યોગીએ પરિવારને પત્ર લખ્યો- અંતિમદર્શન ન કરી શક્યો, કાલે પણ આવી નહીં શકું

મુખ્યમંત્રી યોગીએ પરિવારને એક પત્ર લખ્યો છે. તેમાં તેમણે કહ્યું- પૂજ્ય પિતાજીના કૈલાશવાસી થવા પર મને ભારે દુખ છે. તેઓ મારા પૂર્વાશ્રમના જન્મદાતા હતા. અંતિમ ક્ષણોમાં તેમના દર્શનની હાર્દિક ઇચ્છા હતી પરંતુ કોરોનાવાયરસ વિરુદ્ધ દેશની લડાઇમાં યૂપીની 23 કરોડ જનતાના હિતમાં આગળ વધવાના કર્તવ્યબોધના કારણે હું પહોંચી નથી શક્યો. કાલે અંતિમ સંસ્કારમાં લોકડાઉનની સફળતા અને કોરોનાને હરાવવાની રણનીતિના કારણે ભાગ નહીં લઇ શકું. અપીલ કરું છું કે અંતિમ સંસ્કારમાં ઓછામાં ઓછા લોકો સામેલ થાય. લોકડાઉન પછી દર્શનાર્થે આવીશ.

વન વિભાગમાંથી આનંદસિંહ નિવૃત થયા હતા

યોગીના પિતા આનંદસિંહ ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લાના યમકેશ્વરના પચૂર ગામના રહેવાસી હતા તેઓ વન વિભાગમાં રેન્જર હતા. 1991માં નિવૃત થયા હતા. આદિત્યનાથનું બાળપણનું નામ અજયસિંહ બિષ્ટ છે. તેમણે બાળપણમાં જ પરિવાર છોડી દીધો હતો અને ગોરખનાથ મંદિરના મહંત અને નાથ સંપ્રદાયના સંદ અવૈદ્યનાથ પાસે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ અવૈદ્યનાથનું સ્થાન યોગી આદિત્યનાથે લીધું હતું. યોગી આદિત્યનાથ ચૂંટણી સમયે ઉત્તરાખંડ જતા ત્યારે પરિવારના સભ્યો તેમને મળવા આવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here