કોરોનાથી મોતનો વિવાદ : DMની નોટિસ ઉપર પ્રિયંકા- આગરામાં 48 કલાકમાં 28 મોત અંગે મુખ્યમંત્રી યોગી 48 કલાકમાં જવાબ આપે

0
11

આગરા. ઉત્તરપ્રદેશના આગરમાં કોરોનાથી થયેલા મોતને લઈને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જિલ્લા વહિવટી તંત્ર સામ-સામે આવી ગયું છું.  સવારે જિલ્લા અધિકારીએ નોટિસ આપ્યા પછી પ્રિયંકા ગાંધીએ ફરી કહ્યું કે આગરામાં હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકમાં 28 લોકોના મોત થયા છે. તેમણે અમ પણ કહ્યું કે આગરા મોડલની ખોટી વાતો ફેંલાવીને આ ખરાબ સ્થિતિને સર્જનાર કોણ? મુખ્યમંત્રી 48 કલાકમાં લોકોને જવાબ આપે અને કોવિડ દર્દીઓની સ્થિતિ અને સંખ્યામાં કરવામાં આવતી હેરાફેરી અંગે જવાબદારી નક્કી કરો.

આગરાના મોતને લઈને 20 કલાકમાં પ્રિયંકાનું આ બીજું ટ્વીટ છે. તેમણે લખ્યું છે કે આગરમાં કોરોનાથી થનાર મોતનો દર દિલ્હી અને મુંબઈથી વધારે છે. અહં મૃત્યુદર 6.8% છે. કોરોનાથી મોતને ભેટનાર 79 દર્દીમાંથી 35% એટલે કે 28 લોકોના મોત હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here