Monday, October 25, 2021
Homeરાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન મળ્યું
Array

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન મળ્યું

અનિલ મુકિમ (ફાઈલ ફોટો)
  • કોરોનાને કારણે ઓગસ્ટ 2020માં પણ તેમને છ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું
  • આગામી 28 ફેબ્રુઆરીએ મુકિમ નિવૃત્ત થવાના હતાં

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર હાલના મુખ્ય સચિવનો કાર્યકાળ વધુ એક વખત લંબાવ્યો છે. રાજ્ય સરકારે મુકીમને એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી. જેના પર કેન્દ્ર સરકારે મહોર મારી દીધી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 1985 બેચના IAS અધિકારી મુકીમ આઠ મહિનાથી વધુ સમયથી મુખ્ય સચિવ પદે છે અને સરકારમાં તેમના મિતભાષી સ્વભાવને કારણે બધાંની સાથે ફાવી ગયું છે. આમ હવે તેઓ ઓગષ્ટ 2021 સુધી રાજ્યના મુખ્ય સચિવ પદે રહેશે. તેઓ 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યાં હતાં.

ઓગષ્ટ 2021 સુધી સેવા આપશે

મુખ્ય સચિવપદે મુકીમનો કાર્યકાળ ત્રીજી વાર વધવા પાછળનુ મુખ્ય કારણ એ છે કે તેઓ વડાપ્રધાન મોદીની ગુડબુકમાં છે.ગુજરાત વહિવટી સેવામાં હજુ સુધી તેમનો વિકલ્પ મળ્યો નથી તે પણ એક કારણ હોઈ શકે છે.કોરોનાને કારણે અનિલ મુકિમને ઓગષ્ટ 2020માં છ મહિના માટે એક્સટેન્શન મળ્યું હતું. હવે ફેબ્રુઆરીમા બીજા છ મહિનાનું ફરી એક્સટેન્શન મળ્યું છે. જેથી તેઓ છ મહિના કરતા પણ વધારેનો કાર્યકાળ મેળવનાર ગુજરાતના ઈતિહાસમાં પહેલા મુખ્ય સચિવ બન્યાં છે. હવે તેઓ ઓગષ્ટ 2021 સુધી સેવા આપશે.

કોણ છે અનિલ મુકીમ

મુકીમનું પૈતૃક વતન રાજસ્થાન છે પરંતુ તેઓની જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહી છે. આ ઉપરાંત તેઓ દોઢ વર્ષ સુધી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદે પણ રહી ચૂક્યા છે. ઓક્ટોબર 2001થી જાન્યુઆરી 2005 સુધીના સાડા ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મુકીમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના રમખાણો અને મોદીના મુખ્યમંત્રી બન્યા બાદની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઇ હતી. આ દરમિયાન મુકીમે ખંતથી કામ કરી મોદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. સાથે સાથે અનિલ મુકિમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે વખતે નાણાં,મહેસૂલ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ નિભાવી ચૂક્યાં છે એટલે અમદાવાદ જ નહી,રાજ્યના વહીવટી તંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments