ચીખલી : નોગામા ગામે આઝાદી પહેલાથી માર્ગ ઉપર નાળું બિસ્માર હાલતમાં, ધારાસભ્ય ને જાણ કર્યા છતાં પરિણામ શૂન્ય 

0
71
ચીખલી તાલુકાના નોગામા ગામે ખારેલ,ટાંકલ અને નાગધરા પૂર્ણિ ગામને જોડતા મુખ્ય રસ્તા પર આવેલ નાળુ જે આઝાદી પહેલા બનાવવામાં આવ્યું હોય અને ૨૦ વર્ષ અગાઉ માત્ર ઉપર  રીપેરીંગ કામ થયું હોય જે નાળા પર મોટા ખાડા પડતા નાળુ ને નવું બનાવવાની માંગ ગ્રામજનો દ્રારા સાંસદ  સી.આર.પાટીલ તેમજ ધારાસભ્ય નરેશ ભાઈ પટેલ તેમજ સરકારી તંત્ર ને  જાણ કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર ના બહેરા કાને વાતો ન પોહચતા ગ્રામજનો રોષે ભરાયા છે.
આઝાદી પહેલાનું જર્જિત નાળા માટે ભાજપ સાંસદ  સી.આર.પાટીલ તેમજ ગણદેવી ધારાસભ્ય નરેશ ભાઈ પટેલને જાણ કરી :  નૉગામાં ગામના સ્થાનિકો 
ચીખલી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો રહ્યો છે. ત્યારે આ વિસ્તારના લોકોને પાયા ની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.તેમછતાં આ આદિવાસી વિસ્તાર લોકોને પૂરતી સુવિધા મળતી નથી.ચીખલી તાલુકાના નોગામા ગામે ગામતળ નો મુખ્ય રસ્તો જે ખારેલ,ટાંકલ અને નાગધરા પૂર્ણિ ગામને જોડે છે.એ માર્ગ ઉપર દેશની આઝાદી પહેલા ભૂરી ખાડી પર એક નાળુ બનાવવામાં આવ્યું હતું. જે નાળુ હવે બિસ્માર બન્યું છે.સાથેજ ૨૦ વર્ષ અગાઉ આ નાળા નું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું.જેમાં પણ માત્ર ઉપરથી જ રીપેરીંગ કામ હાથ ધરાયુ હતું. જે બાદ આજદિન સુધી આ નાળા ની મરામત ન કરાતા આ નાળુ બિસ્માર બન્યું છે.ત્યારે ગત ૨૦૦૭ થી આ નાળાને નવુ બનાવવા માટેની માંગ ગ્રામજનો દ્વારા નવસારી સાંસદ સી.આર.પાટીલ તેમજ ગણદેવી ધારાસભ્ય નરેશ ભાઈ પટેલને અવાર નવાર જાણ કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર અને મંત્રીઓ બહેરા કાને ગ્રામજનોની વાતો પહોચતી નથી.ત્યારે ગ્રામજનો હવે રોષે ભરાયા છે અને વહેલી તકે આ નાળુ નવુ બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here