સુરત : ઇકો ગાડીની ચોરી કરી ઘરફોડ તસ્કરી કરવા નીકળતી ચીકલીગર ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા

0
0

સુરત. શહેરમાં ઈકો ગાડીની ચોરી કરીને ઘરફોડ ચોરીને અંજામ અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમબ્રાંચે ચીકલીગર ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી લઈને બે ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ચીકલીગર ગેંગ ઈકો ગાડી ચોરી ઘરફોડ ચોરીનો સામાન તેમાં નાખીને પછી ઈકો ગાડીને બિનવારસી છોડીને નાસી જતાં હતાં. પોલીસ સમક્ષ પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે જેને લઈને અન્ય આરોપીઓને પકડવા સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આરોપીઓએ ગુનાની કબૂલાત કરી

શહેરના બે પોલીસ સ્ટેશન હદમાં ગાડીની ચોરી થઈ હોવાની ફરિયાદ આવી હતી. બંન્ને જગ્યા પર ઇકો ગાડી ચોરાઈ હોવાનું સામે આવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.સુરતમાં ચીકલીગર ગેંગના સભ્યો ભુતકાળમાં આ જ રીતે ઇકો કાર ચોરી કરી  બાદમાં ચોરીના વાહનમાં ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતા પકડાયા હતાં. જેથી બંન્ને ગુનાઓ ચીકલીગર ગેંગના સાગરીતોએ જ કર્યા હોવાની હકીકતના આધારે પોલીસે આરોપીઓને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી લીધા હતાં.

એક ઈકો અને મોપેડ પોલીસે કબ્જે કર્યા

પોલીસે આ ગેંગના સભ્યો પાસેથી એક ઇકો ગાડી અને એક મોપેડ પણ કબ્જે કર્યું હતું. પકડાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઇકો કાર તેઓએ તેમના સાગરીતો કાનાસીંગ નથ્થાસીંગ તેમજ સંજુમીંગ કાર્સીંગનાઓની સાથે રાંદેર વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું તેમજ બીજી એક ઇકો કાર આજથી પંદરેક દિવસ પહેલા ખટોદરા વિસ્તારમાંથી તેના ઉપરોક્ત સાગરીતો સાથે ચોરી કરી પાલનપુર જકાતનાકા પાસે બિનવારસી મુકી દીધેલાની કબુલાત કરી હતી. પોલીસે ખટોદરા અને રાંદેર પોલીસ સ્ટેશન હદમાં થયેલ ગાડી ચોરીના બેડ ઉકેલવામાં સફળતા મળી હતી.

પકડાયેલ આરોપીઓના નામ

દાનસીંગ  નવલસીંગ હરીસીંગ બાવરી જાતે ચીકલીગર
અવતારસીંગ  અજાબસીંગ ભાદા જાતે- ચીકલગર
સોનુસીંગ અજાબસીંગ ભાદા જાતે ચીકલીગર

આરોપીઓના ગુનાહિત ઈતિહાસ

આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો દાનસીંગ નવલસીંગ હરીસીંગ બાવરી વિરુદ્ધ 3 પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુણ દાખલ થયા છે જેમાં રાંદેર, પાંડેસરા અને સચિનમાં બે ગુનામાં તેની ધરપકડ થઇ ચુકી છે. અવતારસીંગ અજાબસીંગ ભાદા વિરુદ્ધ સુરતમાં અલગ અલગ 8 જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ડિંડોલી પોલીસ સ્ટેશન 3, સચિનમાં 3 અને ખટોદરા અને રાંદેરમાં એક એક ગુનો નોધાયેલો છે. જોકે પકડાયેલ આરોપી વધુ તપાસમાં અનેક ચોરીના ભેદ ઉકેલાય તેવી પોલીસને આશંકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here