બિહારથી ગુજરાતમાં બાળમજૂરો લાવવામાં આવતા, CID ક્રાઈમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યા

0
7

કોરોનાના કપરાં કાળમાં પણ બાળ અધિકારોનું હનન કરીને હ્યુમન ટ્રાફિકિંગ કરાઈ રહ્યું છે. બિહારથી ગુજરાતમાં મોટા પાયે બાળકોને બાળમજૂરી માટે લાવવામાં આવતા હોવાનો ગુજરાતની CID ક્રાઈમે વિવિધ NGO સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું છે. બિહારથી ટ્રેનમાં લાવવામાં આવેલા 32 બાળકોને છોડાવવામાં આવ્યા છે. હ્યુમન ટ્રાફિકિંગનો વિવિધ NGO સાથે મળીને CID ક્રાઈમે પર્દાફાશ કર્યો છે.

કાલુપુર રેલવે સ્ટેશને ઓપરેશન પાર પડાયું

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામુદ્દિન એક્સપ્રેસમાં બાળકોને બાળમજૂરી કરાવવા માટે લાવવામાં આવતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે CID ક્રાઈમે વિવિધ NGOઓ સાથે મળીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બિહારના 32 જેટલા કુમળી વયના બાળકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

2019માં 29 ડિસેમ્બરે ગુજરાતમાં સૌથી મોટા દરોડા પડાયા હતા

9 મહિના પહેલા 2019ના ડિસેમ્બરના અંતમાં રાજસ્થાન પોલીસે વહેલી સવારે સુરતના પૂણા વિસ્તારમાં સ્થાનિક પોલીસ તથા એક NGOના 80થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલ્ડિંગનું કામ કરતા 134 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here