USમાં બાળકોનો વેપાર : દત્તક લેનારાં દંપતીઓને મામૂલી ખર્ચ આપી વચેટિયા કમાય છે લાખો ડોલર

0
4

અમેરિકાની શાયને ક્લુપે 2009માં લગ્ન કર્યા હતા ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી. કેટલાક મહિના પછી તે ગર્ભવતી બની પણ તેનો આ ઉત્સાહ તરત જ પૂરો થઈ ગયો. તેનો પતિ જેલની સજા કાપી રહ્યો હતો આથી તેની અનઇચ્છા છતાં તે પોતાના આવનારા બાળકને દત્તક આપવા તૈયાર થઈ ગઈ.

દંપતીએ શોધખોળ શરૂ કરી તો એડપ્શન નેટવર્ક લૉ સેન્ટરનો ખ્યાલ આવ્યો. 2010માં તેણે દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી. તેમાં એવો વિકલ્પ પણ હતો કે તે દત્તક આપવાનો ઇનકાર કરી શકે છે.

(અમેરિકામાં ગર્ભવતી માતાને બાળકના જન્મ પહેલા નિર્ણય બદલવાનો અધિકાર છે) જ્યારે ક્લુપે આ અંગે કાઉન્સેલર સાથે વાત કરી તો તેને કહ્યું કે હવે જો પાછા આપીશું તો દત્તક લેનારા દંપતીએ હજારો ડૉલરનો ખર્ચ કર્યો છે તે પાછો આપવો પડશે. ગ્રેસી હોલેક્સ 2017-18માં બે બાળકો માટે એએનએલસી સાથે જોડાઈ હતી. તેણે પણ ધમકાવાઈ હતી. આ મહિલાઓ એટલી ડરી ગઈ હતી કે તેમણે આ મુદ્દે ચર્ચા જ કરી નહોતી. કારણ કે અમેરિકામાં દત્તક લેવાની પ્રક્રિયા ખાનગી હોય છે અને તેમના પર કોઈનું નિયંત્રણ નથી હોતું. આથી બાળકના ખરીદ-વેચાણનો વેપાર મોટો થઈ ગયો છે.

અમેરિકાની નેશનલ એડપ્શન કાઉન્સિલના જણાવ્યા મુજબ દર વર્ષે દેશમાં 13 હજારથી 18 હજાર બાળકો દત્તક લેવાય છે. તેમાંથી 1000થી વધુ ખાનગી ક્ષેત્ર દ્વારા થાય છે. દત્તક લેનાર દંપતી પાસેથી 20 લાખ રૂપિયા વસૂલાય છે. તેમાં પ્રક્રિયા ખર્ચ, ગર્ભવતી માતા અને તેના પરિવારનો ખર્ચ સામેલ નથી.

એજન્સી સાથે જોડાયેલા કર્મચારી કહે છે કે બમણી વસૂલાત થાય છે. કેલિફોર્નિયામાં દત્તકનું કામ સંભાળનારી વકીલ સેલેસ્ટે લિવર્સિ કહે છે કે બાળકોની અછત અને હતાશ માતા-પિતાની ભાવનાને કારણે વચેટિયા શક્તિશાળી બની ગયા છે.

એજન્સી, વકીલ, સલાહકાર અને સુવિધા આપનારા હજારો ડૉલર વસૂલે છે. સખત સજાની જોગવાઈ નહીં હોવાથી આ ગેરકાયદે વેપાર ખૂબ ફૂલોફાલ્યો છે. 2019માં બાળકોનું ખરીદ વેચાણ રોકવા પ્રસ્તાવ લવાયો હતો પણ કોંગ્રેસ તેને પસાર કરાવવામાં નિષ્ફળ રહી હતી.

બમણી કમાણીના ચક્કરમાં દંપતીઓને ખોટી માહિતી અપાય છે
એજન્સીઓ ગેરરીતિ એટલે પણ વધી રહી છે કે તેઓ પકડાય તો પણ તેમને ખાલી દંડ જ ફટકારાય છે. ફ્લોરિડાના ડોરેન-કેવિન ક્રિસ્લર દંપતીએ એજન્સી સાથે કરાર કર્યો હતો. બાળક લેવાનો સમય આવ્યો ત્યારે એજન્સીએ કહ્યું કે બાળક વિકૃતિ સાથે જન્મ્યુ છે. દંપતીએ દત્તક લેવાનો નિર્ણય ટાળી દીધો. પછી ખ્યાલ આવ્યો કે બાળક સ્વસ્થ હતું પણ વધુ પૈસા માટે તેને અન્ય કોઈ દંપતીને અપાયું હતું. આ મામલો મીડિયામાં ઉછળ્યો ત્યારે એજન્સી પર કાર્યવાહી થઈ પણ થોડા સમય પછી ફરી તેને લાઈસન્સ આપી દેવાયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here