બાળકોનો તણાવ આઘાત ન બની જાય, એટલા માટે તેમની સાથે વાત કરો; વીડિયો ચેટ, ફોન અથવા પત્ર દ્વારા મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહો

0
13
  • બાળકોમાં વિકાસની તક તરીકે કોરોનાવાઈરસના તણાવનો ઉપયોગ કરી શકાય છે
  • પરિવારના લોકો બાળકોની મદદ કરી શકે છે, જેથી તણાવ તેમના સ્વાસ્થ્ય માટે ઝેર સાબિત ન થાય

લોકડાઉનના કારણે બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડી રહી છે. આ દિવસોમાં બાળકો ઘણી પ્રતિક્રિયા આપી શકે છે, જે  માતાપિતાએ ક્યારે વિચાર્યું પણ ન હોય. નિષ્ણાતો માને છે કે, પરિવારના લોકોએ સમજવું જોઈએ કે આવી પ્રતિક્રિયા સામાન્ય છે. આપણે બાળકોને આ તણાવથી દૂર કરવા માટે તેમની મદદ કરવી જોઈએ, નહીં તો તેઓ આઘાતમાં આવી શકે છે.

જો બાળકની વર્તણૂક સામાન્ય કરતા અલગ હોય તો સમજી જવું કે તેઓની સહનશક્તિ હવે પૂરી થઈ ગઈ છે. આ મુશ્કેલ સમયમાં કેમ તેમનું વર્તન બદલાઈ તેના પરિપ્રેક્ષ્યથી તેને જુઓ. આ એક સંકેત છે કે તેઓ અંદરથી સંઘર્ષ કરી રહ્યા છે. ફ્લોરિડા યુનિવર્સિટીમાં સાઈકોલોજિસ્ટ જોય ગેબ્રિએલના જણાવ્યા પ્રમાણે, ‘જો તમને ખાતરી ન હોય તો તેમનું કાઉન્સિલિંગ કરાવવું’.

પરિસ્થિતિના પ્રભાવોને સમજો

જો બાળક પહેલા પણ હિંસા અથવા ઉપેક્ષાના અનુભવોમાંથી પસાર થઈ ચૂક્યા છે, તો તેઓ આ સ્થિતિમાં પોતાની જાતને એકલા મહેસૂસ કરશે. ડો.બર્ક હેરિસના જણાવ્યા પ્રમાણે, તણાવથી બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અને વર્તન પર અસર પડે છે. તેને એવી રીતે ઢાળવાની જરૂરી છે કે તેઓ જરૂરિયાતોને સમજી શકે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં વિકાસની તકોને શોધો.

તણાવ ઓછો કરવાના ઉપાય શોધો

આપણે બાળકોને કેવી રીતે મદદ કરી શકીએ છીએ તે વિચારો. ડો.બર્ક હેરિસ ભલામણ કરે છે કે, તણાવના દુષ્પ્રભાવોને ટાળવા માટે તમે બાળક સાથે વાત કરો. બાળકને મિત્રો અને પરિવારની સાથે જોડીને રાખો. વીડિયો ચેટ, ફોન કોલ અથવા પત્ર લખીને પણ આવું કરી શકાય છે. દૈનિક રૂટિનને ટાળો અને બાળકો પાસે ક્રિએટિવ કામ કરાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here