ચીમકી : નર્મદા મૈયા બ્રિજ 10 દિવસમાં લોકાર્પણ નહિ કરાય તો જિલ્લા યુથ જાતે જ ખુલ્લો મુકશે

0
0

કોરોનાની બીજી વેવ પૂર્ણ થવા સાથે જ રાજકીય મેળાવડાઓને પણ મંજૂરી આપી દેવાતા ભાજપ સરકાર ભૂમિપૂજન અને લોકાર્પણના કામે લાગી ગઈ છે. ત્યાં વિરોધ પક્ષ કોંગ્રેસ સરકારના કાન આમળવા મેદાનમાં ઉતરી છે. જેમાં ગોલ્ડન બ્રિજને સમાંતર ચાર માર્ગિય નર્મદા મૈયા બ્રિજ દિન 10 માં લોકાપૅણ નહિ થાય તો ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પ્રજાના હિતમાં ખુલ્લો મુકવાની ચીમકી અપાઈ છે.

કોંગ્રેસે આક્ષેપ સાથે કેફિયત વ્યક્ત કરી છે કે, બ્રિજના નિર્માણ કાર્ય માટે 70 મહિનાથી વધુ સમય બાદ કામ પૂર્ણ થયા છતાં પણ પ્રજા માટે ખુલ્લો મુકવા સરકાર અને વહિવટી તંત્ર કોઇ મોટા નેતા માટે શુભમુહૂતૅની રાહ જોઇ પ્રજાને મુશ્કેલીમાં મુકી રહી છે. યુથ કોંગ્રેસે માગૅ અને મકાન વિભાગનાં કાયૅપાલક ઈજનેરને રૂબરૂ મળી જો બ્રીજનું લોકાપૅણ નહિ કરવામાં આવે તો જાતે જ ખુલ્લો મુકવામાં આવશે. તેવું લેખિતમાં અલ્ટીમેટમ આપતા હવે બ્રિજને કાર્યરત કરવા રાજકીય ઘમાસાણ આગામી દિવસોમાં જોવા મળે તેવા એંધાણ વર્તાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here