Saturday, September 18, 2021
Homeચીન : પિતાએ દીકરાના હાથમાંથી મોબાઈલ લઈ ઘરનાં કામમાં મદદ કરવા કહ્યું...
Array

ચીન : પિતાએ દીકરાના હાથમાંથી મોબાઈલ લઈ ઘરનાં કામમાં મદદ કરવા કહ્યું તો તેને કેસ કરી દીધો

કોરોનાકાળમાં બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ વધારે પડતો કરી રહ્યા છે. ઈ-ક્લાસના બહાને બાળકો સ્માર્ટફોનની આદત પાડી રહ્યા છે. આ આદત છોડાવવા માટે પેરેન્ટ્સ તેમને બીજી એક્ટિવિટી કરવાની પણ સલાહ આપે છે. ચીનમાં એક પિતાએ તેના દીકરાને મોબાઈલનો ઉપયોગ ન કરી ઘરનાં કામમાં મદદ કરવા કહ્યું તો દીકરાએ પોલીસ સ્ટેશને જઈ ‘બાળ મજૂરી’નો કેસ કરી દીધો.

પિતાએ મોબાઈલ છીનવી ઘરનું કામ કરવાનું કહેતા ગુસ્સો આવ્યો
આ વિચિત્ર કિસ્સો ચીનના માનશાન શહેરમાં બન્યો છે. પિતાએ નોટિસ કર્યું કે તેનો 14 વર્ષીય દીકરો આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો છે. મોબાઈલમાં અન્ય પ્રવૃત્તિમાં એક્ટિવ થઈ જવાથી બાળક તેનો અભ્યાસ પણ યોગ્ય રીતે કરી રહ્યો નહોતો. બાળકની આવી હાલત જોઈ પિતાએ તેના હાથમાંથી મોબાઈલ ફોન ખેંચી લીધો અને ઘરનાં કામમાં મદદ કરવા કહ્યું.

પિતાના આ શબ્દો સાંભળી જ જાણે બાળક પર આભ તૂટી પડ્યું હોય તેમ તે સીધો પોલીસ સ્ટેશને ગયો. આ ટેણિયો એટલો હોશિયાર કે તેણે પિતા વિરુદ્ધ જ પોલીસ સ્ટેશનમાં ‘ગેરકાયદે બાળમજૂરી’ કરાવવાનો કેસ કરી દીધો. આવી ફરિયાદ કરતાં પોલીસ તેના ઘરે આવી પહોંચી.

પોલીસે ઘરે આવીને ટેણિયાના પિતા સાથે વાત કરી. પિતાએ સમગ્ર ઘટનાક્રમ પોલીસને જણાવ્યો. પોલીસ ઓફિસર પણ હકીકત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. પોલીસ અધિકારીએ પિતાના આ કામ માટે તેમને બિરદાવ્યા.

પોલીસને પિતાની તરફેણમાં જોઈ ટેણિયો લાલગુમ થઈ ગયો
ટેણિયાને પોલીસ અધિકારી પર પણ ગુસ્સો આવ્યો. ટેણિયાએ પોલીસ અધિકારીને કહ્યું કે તમને ખરેખર એવું લાગે છે કે આ મોબાઈલ આખો દિવસ હું જ વાપરતો હોઈશ? ટેણિયાના આ સવાલથી અધિકારી ચોંકી ગયા. ચીનમાં બાળકો પાસે ઘરનું કામ કરાવવું એ ગુનો ન હોવાથી ટેણિયાના પિતા જેલ જતાં તો બચી ગયા પણ ટેણિયાનાં આ કામથી આ ઘટના વાયુવેગે ફેલાઈ ગઈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments