Wednesday, September 29, 2021
Homeચીન : વીડિયો બનાવવા મહિલા 160 ફૂટની ઉંચાઈ પર ચઢી અચાનક પગ...
Array

ચીન : વીડિયો બનાવવા મહિલા 160 ફૂટની ઉંચાઈ પર ચઢી અચાનક પગ લપસતાં જીવ ગુમાવ્યો

સોશિયલ મીડિયા પર પોપ્યુલર થવા માટે લોકો હંમેશાં કઈના કઈ કરવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ આ ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવે છે. આવું જ કંઈક ચીનમાં થયું છે. અત્યારે ચીનની મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે. ડેલી મેલના રિપોર્ટના અનુસાર, ચીનની રહેવાસી 23 વર્ષીય ઝિઓ ક્યૂમેઇ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી અને તે સોશિયલ મીડિયા પર ડેઈલી લાઈફ સાથે સંબંધિત પોસ્ટ કરતી હતી.

160 ફૂટની ઉંચાઈ પર વીડિયો બનાવી રહી હતી
ઝિઓ ક્યૂમેઇ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોવાની સાથે એક ક્રેન ઓપરેટર પણ હતી અને સાથે તે પોતાના વીડિયોને ફોલોઅર્સ માટે સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. દુર્ઘટના સમયે ક્યૂમેઈ 160 ફૂટ ઉંચાઈ પર વીડિયો બનાવી રહી હતી પરંતુ વીડિયો બનાવતી વખતે તેનો પગ લપસી જતા તે ક્રેન પરથી નીચે પડી ગઈ.

જમીન પર પડી ત્યારે પણ વીડિયો ચાલુ હતો
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે ઝિયાજ પ્રાંતના કુઝહુ શહેરમાં ગત સપ્તાહે મંગળવારે સાંજે 5:40 વાગ્યે ઝિઓ ક્યૂમેઇ પોતાનો આ વીડિયો ક્રેન કેબિનમાં બેસીને શૂટ કરી રહી હતી. ત્યારે દૂર્ઘટના ઘટી, પગ લપસ્યો અને ઝિઓ ક્યૂમેઇ 160 ફૂટની ઉંચાઇથી નીચે પટકાઇ હતી, જ્યારે તે જમીન પર પડી તે સમયે પણ તેનો વીડિયો ચાલુ હતો. ક્યૂમેઈ 2 બાળકોની માતા હતી અને તે સોશિયલ મીડિયા દ્વારા ક્રેન ઓપરેટરની રૂઢિવાદી છબીને બદલવા માગતી હતી.

કોઇ સ્ટંટ નહોતી કરતી – ઝિઓ ક્યૂમેઇનો પરિવાર
ઝિઓ ક્યૂમેઈના પરિવારે મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ એક પ્રકારની દુર્ઘટના હતી, ન કે કોઈ સ્ટંટ. આ અકસ્માત બાદથી લોકો ડરી ગયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા હોંગકોંગમાં એક ઇન્ફ્યૂએન્ઝરનુ પણ મૃત્યુ થઇ ગયુ હતુ. આ મહિલા ઝરણાના કિનારે સેલ્ફી લઈ રહી હતી, ત્યારે દુર્ઘટના ઘટી અને મોત થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments