સ્ટાર્ટઅપ : એક અબજ ડોલર કે તેથી વધુ વેલ્યુ વાળા ભારતના 30માંથી 18 સ્ટાર્ટઅપ્સમાં ચીનની મોટી હિસ્સેદારી

0
6

નવી દિલ્હી. એક તરફ લદ્દાખની ગાલવન ઘાટીમાં, સરહદના વિવાદને કારણે ભારત અને ચીન સામ-સામે છે, બીજી તરફ, ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓમાં ચીનના રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વધેલા રોકાણથી ભારતીય બજારમાં ચીનની પકડ વધુ મજબૂત થશે. ભારત અને ચીન એક બીજા પર આર્થિક રીતે નિર્ભર છે. વધતા તણાવથી બંને દેશોને નુકસાન થશે પરંતુ ભારતને વધુ અસર થઈ શકે છે. ચીનની ઘણી મોટી કંપનીઓએ છેલ્લા 5-6 વર્ષમાં ભારતમાં રોકાણ વધાર્યું છે. અહેવાલો અનુસાર, ભારતના 30 યુનિકોર્ન (જેનું મૂલ્ય 1 અબજ ડોલર અથવા તેથી વધુ હોય)માંથી 18માં ચીનનો મોટો હિસ્સો છે.

છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ 1666 મિલિયન ડોલરનું રોકાણ 2017માં થયું હતું

ચીની કંપનીઓએ ભારતના સ્ટાર્ટઅપ્સમાં ભારે રોકાણ કર્યું છે. એક અહેવાલ મુજબ, ચીની કંપનીઓએ 2014માં ભારતમાં 51 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું, જે 2019માં વધીને 1230 મિલિયન ડોલરે પહોચી ગયું છે. 2014થી 2019 સુધીમાં ચીને ભારતીય સ્ટાર્ટઅપ્સમાં કુલ 5.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. ચીની કંપનીઓ કે જેમણે ભારતમાં રોકાણ કર્યું છે તેમાં અલીબાબા, ટેંશેટ અને TR કેપિટલ સહિતની અનેક મોટી કંપનીઓ છે.

ચીને ક્યા વર્ષમાં કેટલું રોકાણ કર્યું?

વર્ષ ડીલની સંખ્યા ડીલની વેલ્યુ(મિલિયન ડોલર)
2020 15 263
2019 47 1230
2018 49 1340
2017 33 1666
2016 18 315
2015 14 959
2014 5 51

સોર્સ : વેન્ચર ઈન્ટેલીજન્સ

ભારતના 30 યુનિકોર્નમાંથી 18માં ચીનની ભાગીદારી છે

મુંબઇ સ્થિત વિદેશી બાબતોના થિંક ટેન્ક ગેટવે હાઉસે, ભારતમાં 75 કંપનીઓને ઓળખી કાઢી છે જે ઇ-કોમર્સ, ફિનટેક, મીડિયા, સોશિયલ મીડિયા, એગ્રીગેશન સર્વિસ અને લોજિસ્ટિક્સ જેવી સેવાઓમાં રોકાણ કરે છે. તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં 30 પૈકી 18 યુનિકોર્નમાં ચીનનો મોટો હિસ્સો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેકનોલોજી ક્ષેત્રે વધુ રોકાણને કારણે ચીને ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.

સિટીયસ ટેક સ્ટાર્ટઅપમાં ચીનનું સૌથી વધુ 880 મિલિયન ડોલરનું રોકાણ

કંપની રોકાણકાર કુલ રોકાણમાં ચીનનો હિસ્સો (મિલિયન ડોલર) સ્ટાર્ટઅપમાં કુલ રોકાણ (મિલિયન ડોલર) શું ચીનની કંપની મુખ્ય ઇન્વેસ્ટર છે?
સિટીયસ ટેક બારીંગ એશિયા 880 992 હા
ઓલા કેબ ટેંશેટ, સેલિંગ કેપિટલ 451 2759 ના
સ્વિગી ટેંશેટ, હિલહાઉસ કેપિટલ 328 1644 ના
PayTM મોલ અલીબાબા 222 645 હા
પોલિસી બાઝાર ટેંશેટ 150 554 હા
ડ્રીમ 11 ટેંશેટ 100 183 હા
ડેલ્હીવરી ફોસન ગ્રુપ 49 837 ના
બાયજૂસ ટેંશેટ 40 1454 ના
ફ્લિપકાર્ટ ટેંશેટ, TR કેપિટલ જાહેર નથી કર્યું 7126 ના
PayTM અલીબાબા જાહેર નથી કર્યું 4106 હા
સ્નેપડીલ અલીબાબા, ટાયબોર્ન કેપિટલ જાહેર નથી કર્યું 2089 ના
ઝોમાટો અલીબાબા,શુનવેઈ કેપિટલ જાહેર નથી કર્યું 912 હા
ઉડાન ટેંશેટ, હિલહાઉસ કેપિટલ જાહેર નથી કર્યું 871 ના
બિગ બકેટ અલીબાબા, TR કેપિટલ જાહેર નથી કર્યું 730 હા
લેન્સકાર્ટ TR કેપિટલ જાહેર નથી કર્યું 668 ના
હાઈક ટેંશેટ, ફોક્સકોન્ન જાહેર નથી કર્યું 240 હા

સોર્સ : વેન્ચર ઈન્ટેલીજન્સ

ભારતની 19 કંપનીમાં ટેંશેટે રોકાણ કર્યું 

ચીની કંપનીઓ કે જેમણે ભારતીય કંપનીઓમાં ભારે રોકાણ કર્યું છે તેમાં ટેંશેટ, શુનવેઈ કેપિટલ અને શાઓમી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. ટેંશેટે ભારતમાં 19 કંપનીઓમાં, શુનવાઈ કેપિટલ 16 કંપની, સ્વાસ્તિક 10 કંપની અને શાઓમીએ 8 ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ સિવાય અલીબાબાએ પણ ઘણી કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે.

ચર્ચિત ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ચીની કંપનીઓનું રોકાણ

કંપની ઇન્વેસ્ટર્સ રોકાણ (મિલિયન ડોલર)
સ્વિગી ટેંશેટ, સેમસંગ વેન્ચર, કોરિયા 153
ઝોમાટો અલીબાબા 150
બિગ બાસ્કેટ કોરિયા, મિરાએ એસેટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ 60
ખાતા બૂક ટેંશેટ, GGV કેપિટલ, B કેપિટલ 60
ચાઓસ ઇન્ટીગ્રેટેડ કેપિટલ, થિંક ઇન્વેસ્ટમેન્ટ 20

સોર્સ : વેન્ચર ઈન્ટેલીજન્સ

સ્માર્ટફોન માર્કેટમાં 70%થી વધુનો શેર છે

ચીનના સ્માર્ટફોન ઉત્પાદકોએ ભારતી સ્માર્ટફોન માર્કેટ પર પોતાનો મોનોપોલી બનાવી છે. ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ આશરે રૂ. 2 લાખ કરોડ છે. ચાઇનીઝ બ્રાન્ડ્સ ઓપ્પો, શાઓમી અને રેડમીએ 70%થી વધુ મોબાઇલ માર્કેટ કબજે કર્યું છે. તેવી જ રીતે, ચાઇનીઝ બ્રાન્ડે 25 હજાર કરોડના ટેલિવિઝન માર્કેટમાં 45% કબજો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here