Friday, September 17, 2021
Homeચીન : વૃદ્ધા વાછરડાને પાવડાથી હડસેલતા ગાય ખીજાય છે અને તરત જ...
Array

ચીન : વૃદ્ધા વાછરડાને પાવડાથી હડસેલતા ગાય ખીજાય છે અને તરત જ બાળકીને મારવા દોડે છે

ચીનના ગુયુઆન શહેરમાં એક બાળકી પર ગાયે હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના વાડામાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, ગાયે વાછરડાને જન્મ આપ્યા બાદ વૃદ્ધા વાડામાં આવે છે. આ સાથે તેમની ચર વર્ષની પૌત્રી પણ પાછળ-પાછળ વાડામાં આવે છે. આ દરમિયાન વૃદ્ધા વાછરડાને પાવડાથી હડસેલતા ગાય ખીજાય છે અને તરત જ બાળકીને મારવા દોડે છે. વૃદ્ધા બચાવવા જતાં ગાય બન્નેને દીવાલમાં ઘુસાડી પગથી મારે છે. જો કે, પાછળ બીજુ વાછરડું આવતાં ગાય પાછી હટી જાય છે. આ પછી તરત જ વૃદ્ધા બાળકીને લઈને જતાં રહે છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં વૃદ્ધાને હાથમાં અને પગમાં ફ્રેક્ચર થયું છે અને બાળકીને કોઈ ઈજા થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments