કપડા બનાવતી કંપની પર ચીને મુક્યો પ્રતિબંધ

0
13

શિનજિયાંગ પ્રાંતમાં ચીન દ્વારા ઉઈગુર મુસ્લિમો પર થઈ રહેલા દમનને આખી દુનિયા જાણતી થઈ ગઈ છે. જોકે ચીનની સરકાર આ મુદ્દે જક્કી અને અડિયલ વલણ અપનાવી રહી છે.

ચીનની દુનિયામાં ટીકા પણ થઈ રહી છે. કપડા બનાવતી એક કંપનીએ એચ એન્ડ એમ દ્વારા ચીન દ્વારા થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘનના મુદ્દે ચીનની સરકારની નીતિની ટીકા કરી છે. જેનાથી ભડકી ઉઠેલા ચીને આ કંપનીની તમામ પ્રોડક્ટસના ચીનમાં થઈ રહેલા ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે.

ચીન દ્વારા તમામ ઈ કોમર્સ સાઈટો પરથી તેની પ્રોડક્ટસ હટાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કપડા અને શૂઝ બનાવતી આ કંપની સ્વીડનની છે. જેના બહિષ્કારનુ અભિયાન ચીની મીડિયાએ પણ શરુ કર્યુ છે.

આ કંપની દ્વારા શિનજિયિાંગ પ્રાંતમાં ઉગાડાતા કપાસને નહીં ખરીદવાનુ વલણ અપનાવાયુ છે. જેના કારણે ચીનની સરકાર વધારે છંછેડાઈ છે. ઉઈગુર મુસ્લિમો પર ચીનના અત્યાચાર સામે બીજી પણ કેટલીક કંપનીઓએ અવાજ ઉઠાવ્યો અને ચીન દ્વારા તેમની સામે પણ બહિષ્કારનુ અભિયાન ચલાવાઈ રહ્યુ છે. દેશમાં જે સેલિબ્રિટિઝે નાઈકી, એડિડાસ, યુનીક્લો, લેકોસ્ટ જેવી બ્રાન્ડ સાથે ડીલ કરી હતી તેમને પણ આ ડીલ કેન્સલ કરવાની ફરજ પડી છે.

જાણીતી કંપનીઓ દ્વારા ચીનનો વિરોધ કરાઈ રહ્યો છે કારણકે માનવધિકાર કાર્યકરો દ્વારા કંપનીઓ પર આ માટે દબાણ કરાઈ રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here