Friday, September 17, 2021
Homeચીન : અબજોપતિ લેરી ચેનને 15 અબજ ડોલરનું નુકશાન
Array

ચીન : અબજોપતિ લેરી ચેનને 15 અબજ ડોલરનું નુકશાન

ખાનગી શિક્ષણ ક્ષેત્ર પર ચીનની સખ્તાઈને કારણે વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ થઇ ચૂકેલ લેરી ચેન હવે અબજોપતિ નથી રહ્યા. Gaotu Techeduના ફાઉન્ડર અને ચેરમેન, ચેનની નેટવર્થ હવે 33.6 કરોડ ડોલરની રહી ગઈ છે. ચીનમાં નવા નિયમો લાગુ થયાના અહેવાલ બાદ ન્યુયોર્ક સ્ટોક એક્ચેન્જ પર તેમની કંપનીના શેરની વેલ્યુ આશરે બે તૃતિયાંશ જેટલી ઘટી ગઈ હતી.

ગત અઠવાડિયે ચીને નવા નીતિ-નિયમો જારી કર્યા હતા જેમાં ઓનલાઇન સ્ટડી મારફતે નફો રળનારી કંપનીઓને ફંડ એકત્ર કરવા અથવા પબ્લિક ઓફર લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચેન માટે આ એક ઝટકા સમાન છે. આ અગાઉ જાન્યુઆરી પછી તેમની કંપનીના શેરમાં ઘટાડાને કારણે તેમને 15 અબજ ડોલરથી વધુનું નુકશાન થયું છે.

તેઓએ આ બાબતે જણાવ્યું હતું કે Gaotu Techedu રેગ્યુલેશનનું પાલન કરવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓને પણ પૂર્ણ કરશે. નવા નિયમોથી નુકસાનનો સામનો કરનાર ચેન એકલા નથી.  TAL Education Groupના સીઈઓ ઝેન્ગ બેંગશિનની વેલ્થ પણ આશરે 2.5 અબજ ડોલર ઘટીને 1.4 અબજ ડોલરે આવી ગઈ છે. તેમની કંપનીના શેર ન્યુયોર્ક સ્ટોક એક્ચેન્જ પર 71 ટકા જેટલા ઘટયા છે.

આ ઉપરાંત ન્યૂ ઓરિએન્ટલ એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજી ઇન્કના ચેરમેન યુ મિનહોંગનો અબજોપતિનો દરજ્જો પણ છીનવાઈ ગયો છે. તેમની વેલ્થમાં 68.5 કરોડ ડોલરનો ઘટાડો થયો છે. ચીનમાં ઓનલાઇન એજ્યુકેશન સેક્ટરનો 100 અબજ ડોલરથી વધુનો કારોબાર છે. આ સેક્ટર પર સરકારની કડકાઈને કારણે અમુક ગ્લોબલ ઇન્વેસ્ટર્સને પણ નુકશાન થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments