Monday, September 26, 2022
Homeકોરોના અપડેટચીન : કોરોનાના 43 નવા કેસ પ્રકાશમાં આવ્યા, જાહેર સ્થળો બંધ કરવામાં...

ચીન : કોરોનાના 43 નવા કેસ પ્રકાશમાં આવ્યા, જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા

- Advertisement -

 

ચીનના દક્ષિણપૂર્વી પ્રાંત ફુજિયાનના પુતિયાન શહેરમાં થિએટર, જીમ અને હાઈવે બંધ કરવામાં આવ્યા છે. અહીંના નિવાસીઓને શહેર છોડવાની ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક સ્તર પર કોરોના સંક્રમણ ફરી સામે આવ્યા પછી ચીને આ શહેરમાં આ નિર્ણય લીધો છે.

ન્યુઝ એજન્સીના રિપોર્ટ્સના જણાવ્યા મુજબ ફુજિયાનના પુતિયાન શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર અને જટિલ છે. અહીં કોરોનાના નવા કેસ મળવાની શકયતા છે. પુતિયાન શહેરની વસ્તી 3.2 મિલિયન છે. અહીં કોરોનાના સંક્રમણના ખતરાની વચ્ચે નેશનલ હેલ્થ ઓથોરિટીએ એક એક્સપર્ટ ટીમ મોકલી છે. અહીં કેટલીક સ્કુલોમાં ઓફલાઈન અભ્યાસ પણ રોકવામાં આવ્યો છે.

ચીનના નેશનલ હેલ્થ કમીશનના જણાવ્યા મુજબ, 10થી 12 સપ્ટેમ્બરની વચ્ચે ફુજિયાનમાં કોરોનાના 43 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાંથી 35 પુતિયાનમાંથી મળ્યા છે. આ સિવાય પુતિયાનમાં 10 સપ્ટેમ્બરે 32 લક્ષણ ન ધરાવતા કેસ નોંધાયા છે. જોકે ચીન લક્ષણ ન ધરાવતા હોય તેવા મામલાને પુષ્ટ મામલામાં ગણતું નથી.

12 સપ્ટેમ્બર સુધીમાં ચીનમાં કુલ 95,248 કોરોનાના કેસ પ્રકાશમાં આવ્યા હતા. જ્યારે 4,636 લોકોના મૃત્યુ થયા હતા. ચીનમાં છેલ્લે જિયાંગ્સૂમાં કોરોનાનો આઉટબ્રેક જોવા મળ્યો હતો. જે બે સપ્તાહ પહેલા જ પુરો થયો છે. હવે અહીં નવા મામલા આવ્યા નથી. જિયાંગ્સૂમાં છેલ્લા એક મહિના સુધી કોરોના આઉટ બ્રેકનો કહેર ચાલુ હતો. સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે પુતિયાનમાં પ્રકાશમાં આવેલા નવા મામલાની તપાસમાં જાણવું મળ્યું છે કે લોકો ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થયા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular