ચીન આગામી 6 વર્ષમાં તાઈવાન પર કરી શકે છે હુમલોઃ અમેરિકાના ટોચના કમાન્ડર

0
3

અમેરિકાના ટોચના કમાન્ડરે ચીન આગામી 6 વર્ષોમાં તાઈવાન પર હુમલો કરી શકે છે તેવી ચેતવણી આપી હતી. અમેરિકી કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસનના કહેવા પ્રમાણે ચીન એશિયામાં અમેરિકાની સૈન્ય તાકાતને રોકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે અને તે સૌથી પહેલા તાઈવાન પર જ હુમલો કરશે.

ચીન હંમેશા સ્વશાસિત તાઈવાનને બળજબરીથી પોતાનામાં ભેળવી દેવાની ધમકી આપતું આવ્યું છે. એશિયા-પ્રશાંત ક્ષેત્રોમાં અમેરિકી સૈન્યના અધિકારી એડમિરલ ફિલિપ ડેવિડસને કહ્યું કે, ‘મને ડર છે કે ચીન અમેરિકી અને નિયમો પર આધારીત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓમાં અમેરિકાની જગ્યા લેવાની પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવાના પ્રયત્નોને ગતિશીલ બનાવી રહ્યું છે. તે 2050ના વર્ષ સુધીમાં આવું કરી શકે છે.

ડેવિડસનના કહેવા પ્રમાણે ચીન પોતાની સૈન્ય શક્તિનો સતત વિસ્તાર કરી રહ્યું છે જેથી અમેરિકા માટે સ્થિતિ પ્રતિકૂળ બની રહી છે અને તેમની પ્રતિકાર ક્ષમતા પણ નબળી પડી રહી છે. અમેરિકાની સેના જવાબ આપે તેના પહેલા જ ચીન પોતાનું કામ પૂરૂ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here