ચીન : દંપતિએ બે બાળકોનો નિયમ તોડીને સાત બાળકોને જન્મ આપ્યો, 1 લાખ 55 હજાર ડોલરનો દંડ

0
9

ચીનમાં એક દંપતિએ બે બાળકોની પોલિસિનું ઉલ્લંઘન કર્યુ અને સાત બાળકો પેદા કર્યા. ત્યારબાદ આ દંપતિએ તેની સજાના ભાગરુપે એક કરોડનો દંડ ભરવો પડ્યો છે. ચીની મીડિયાના એક રિપોર્ટ પ્રમાણે સાત બાળકો પેદા કરવા બદલ આ દંપતિને 1 લાખ 55 હજાર ડોલર એટલે કે એક કરોડ કરતા વધારેનો દંડ ભર્યો છે.

34 વર્ષની Zhang Rongrong અને તેના 39 વર્ષના તેના પતિને આ દંડ ભરવો પડ્યો છે. તે બંનેને પાંચ દીકરા અને બે દિકરી છે. જેના કારણે તેમણે સરકારની ટૂ ચાઇલ્ડ પોલિસિનો ભંગ કર્યો છે. જો તેઓ દંડ ના ભરત તો તેમને સાતમાંથી પાંચ બાળકોની સરકારી ઓળખ અને દસ્તાવેજો ના મળત.

પતિ વેપાર માટે બહાર જાય ત્યારે ઘરમાં એકલું લાગતું હતું

જ્હાંગ નામની મહિલાએ કહ્યું કે તેના પતિ જ્યારે વેપાર માટે બહાર જાય ત્યારે તેને ઘરમાં એકલું લાગતું. જ્યારે તેના જે મોટા બાળકો હતા તેઓ પણ અભ્યાસ માટે બીજી શહેરમાં રહેતા હતા. જેથી તેને કંપની મળી રહે તે માટે તેણે આટલા બાળકોને જન્મ આપ્યો છે. જેનો તને કોઇ અફસોસ પણ નથી. બાળકોને જન્મ આપતા પહેલા અમે આર્થિક રીતે સંપન્ન થયા હતા, જેથી બાળકોને આર્થિક સુરક્ષા મળી રહે.

ઉલ્લેખનીય છે કે વસતી નિયંત્રણ માટે ચીનમાં 1979ના વર્ષમાં વન ચાઇલ્ડ પોલિસિ લાગુ કરવામાં આવી હતી. જ્યારે 2015ના વર્ષમાં 36 વર્ષ બાદ ચીનમાં ટૂ ચાઇલ્ડ પોલિસિ લાગુ કરવામાં આવી છે. જે પ્રમાણે દેશના તમામ નાગરિકોને બે બાળકો પેદા કરવાની જ અનુમતિ છે, જો બેથી વધારે બાળકોને જન્મ આપે તો તેમને દંડ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here