અંદામાન-નિકોબાર પાસે દરિયામાં ચીન ભારતની જાસૂસી કરી રહ્યું છે

0
49

નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર 2019, રવિવાર

ચીન તરફથી ભારતની જાસૂસી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સીઓના હાલના રિપોર્ટ્સ પ્રમાણે ચીન અંદામાન અને નિકોબાર પાસેના પૂર્વીય દરિયામાં તેના જહાજ મોકલી રહ્યું છે. તેના દ્વારા તે ભારતની ગતિવિધિઓ પર નજર રાખે છે. ચીન હિંદ મહાસાગરમાં સ્થિત ભારતીય નૌસેનાના દરેક બેઝની જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

અંદામાન નિકોબાર ભારતીય વાયુસેના માટે મહત્વપૂર્ણ સેન્ય બેઝ છે ત્યારે કેન્દ્રીય સુરક્ષા એજન્સી અનુસાર થોડા મહિનાઓ પહેલા ચીનની નૌસેનાએ હિંદ મહાસાગરમાં ભારતની જાસૂસી માટે તેમના અત્યાધુનિક સમુદ્રી જહાજ તિયાંગવાંગશિંગ તૈનાત કર્યાં હતા. આ સમુદ્ર જહાજ ભારતના સમુદ્ર ઈકોનોમિક ઝોન EEZમાં પણ ઘુસી ગયું હતું અને કેટલાંક દિવસો સુધી અહીં રહ્યું હતું.

ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, હવે તે જાણવાનું કામ થઈ રહ્યું છે કે, તિયાંગવાંગશિંગ શિપ તૈનાત કરીને ચીન તરફથી ભારતની જાસૂસ કરવાની સાથે કેવા પ્રકારની માહિતી એકઠી કરી છે અને સાથે જ તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, આ શિપ અહીં તૈનાત કરવા પાછળ ચીનનો હેતું શું હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here